શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (10:56 IST)

Watch: ચીન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં લાગી આગ, 100થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા, કેમેરામાં કેદ થયો Video

fire in plane
Plane Catches Fire: ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર મંગળવારની  સવારે તિબેટ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ પણ થયા છે. સરકારી બ્રોડકાસ્ટર્સ સીસીટીવીએ જણાવ્યું કે ચોંગકિંગથી લ્હાસાની ફ્લાઈટમાં ચોંગકિંગ જિયાંગબેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લાગી હતી.

 
પીપલ્સ ડેલીએ એરલાઈન્સના હવાલાથી જણાવ્યુ કે તમામ 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેઓને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રનવે પર ઉભેલા એરક્રાફ્ટમાં આગ લાગ્યા બાદ આકાશમાં ઝડપથી ધુમાડો નીકળી રહ્યો છે. રાહત દળ દ્વારા પ્લેનમાં પાણી રેડવામાં આવી રહ્યું છે અને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Video