શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (08:14 IST)

મોઢા પર સેલોટેપ લગાવી ફરે છે આ મહિલા, લગ્ન જીવન બચાવવા અજીબોગરીબ કામ

લગ્ન પછી દરેકે દરેક કપલ્સે પાર્ટનરની ઈચ્છા મુજબ એડજસ્ટ તો કરવું જ પડે છે. ઘણી વાર લોકો વિચારે છે કે સંબંધોમાં માત્ર એક જ વ્યક્તિએ એડજસ્ટ કરવું જોઈએ અને બીજી વ્યક્તિ તેની રીતે જ ચાલે તો સંબંધોમાં તિરાડ જલ્દી પડવા લાગે છે. અનેક વખત સંબંધો સુધારવા માટે એ પ્રકારના સમાધાન પણ કરી લેતા હોય છે જેના વિષે જાણીને લોકો ચોંકી જતા હોય છે. તાજેતરમાં જ એક મહિલાએ પોતાનું લગ્ન જીવન બચાવવા માટે એક અજીબોગરીબ કામ કર્યું. તેને પોતાના મોઢા પર સેલોટેપ લગાવવાની શરૂ કરી દીધી
 
મોઢાથી લેતી હતી શ્વાસ, જેનાથી પરેશાન હતો પતિ
 
વાસ્તવમાં જેનને હેવી બ્રીધીંગની સમસ્યા હતા. આ સમસ્યામાં વ્યક્તિ મોઢાથી શ્વાસ લેતો હોય છે અને તેનો શ્વાસ લેવાનો અવાજ એટલો વધુ હોય છે કે તે સરળતાથી કોઈને પણ સંભળાય શકે. એક ખાનગી વેબસાઈટ સાથે વાત કરતા જેને જણાવ્યું કે તેનો પતિ તેની જોરથી શ્વાસ લેવાની સમસ્યાથી પરેશાન થઇ ગયા હતા. જેન નાકથી શ્વાસ નહોતી લઇ શકતી. પછી તે બેઠી હોય કે ઉભી હોય કે ચાલતી હોય કોઈ પણ સમય હોય તે મોઢે થી જ શ્વાસ લઇ શકતી હતી. એટલે તે જલદીથી હંફાઈ જતી હતી અને તેના પતિ તેનાથી પરેશાન થઇ ગયા હતા. જેને જણાવ્યું કે તે તેના બાળકને થોડે દૂર ચાલીને સ્કૂલ બસ સુધી મુકવા જતી તો પણ થાકી જતી હતી. રાત્રે મોઢું ખુલ્લું રાખીને સૂવાને કારણે તેને નસકોરા પણ ઘણા આવતા હતા.
 
 મોઢા પર લગાવવા લાગી સેલોટેપ
 
જ્યારે જેનને લાગ્યું કે તેની આ સમસ્યા તેના શરીર માટે નુકશાનકારક છે અને તે તેના લગ્નજીવનને પણ અસર કરી રહી છે, ત્યારે તેણે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે એક ખૂબ જ વિચિત્ર રસ્તો શોધી કાઢ્યો. જેન તેના નાક દ્વારા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરવા માટે તેના મોં પર સેલો ટેપ લગાવવાનું શરૂ કર્યું. માત્ર ચાલતી વખતે જ નહીં, તે સૂતી વખતે પણ ટેપ લગાવવા લાગી. તે આખો દિવસ ઓછું બોલતી હતી અને બાળકને શાળાએ મુકતી વખતે કે દુકાને જતી વખતે તેના મોઢે ટેપ લગાવતી હતી. આ રીતે, ધીમે ધીમે તે મોઢાને બદલે નાકથી શ્વાસ લેવાનું શરૂ કર્યું. હવે તેને રાત્રે નસકોરા પણ ઓછા આવે છે અને હંમેશા હાંફી જવાની જેમ શ્વાસ લેવાની તેની આદત પણ ખતમ થઈ ગઈ છે.