Last Modified: કાબુલ , બુધવાર, 12 સપ્ટેમ્બર 2007 (12:58 IST)
અફઘાનિસ્તાનમાં 12 તાલિબાન આતંકવાદી ઠાર
કાબુલ (વાર્તા) અફઘાનિસ્તાનના દક્ષિણી પ્રાંતમાં જાંબુલમાં અમેરિકન ગંઠબંધન સેનાઓના હવાઇ હુમલામાં ગઇકાલ રાત્રે 12 તાલિબાન આતંકવાદી માર્યાં ગયાં છે.
અમેરિકન સેના દ્રારા જાહેર કરવામાં આવેલા એક બયાનમાં અફઘાનિસ્તાન સેનાના જાબુલ પ્રાંતના અરગહેનદેબ વિસ્તારમાં હુમલામાં તૈયારી કરી રહેલા 20 તાલિબાની લડાકૂઓના ખબર મળતાં હવાઇ હુમલો કરવામાં આવ્યો.
તાલિબાન પાસેથી આ અંગે કોઇ પ્રતિક્રિયા પ્રાપ્ત થઇ નથી.
ઉલ્લેખનીય છે કે ઓગષ્ટમાં દક્ષિણી પ્રાંત કંધાર અને જાબુલમાં 245 તાલિબાની માર્યાં ગયાં હતાં. ગત 19 મહિનાઓમાં અફઘાનિસ્તાનમાં સાત હજારથી લોકો માર્યાં ગયાં છે.