ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: શનિવાર, 8 સપ્ટેમ્બર 2007 (12:51 IST)

અમેરિકા અસુરક્ષિત છે - બિન લાદેન

દ્દુબઇ / વોશિંગ્ટન (વાર્તા) અમેરિકાના શહેરો ઉપર 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલાની છઠી વારસીના પ્રસંગે અલ કાયદાના સરદાર ઓસામા બિન લાદેને એક નવી વીડિયો ટેપમાં કહ્યું કે સૈન્ય અને આર્થિક સ્વરૂપે તાકાતવાર હોવા છતાં પણ અમેરિકા અસુરક્ષિત છે.

લગભગ ત્રણ વર્ષ પછી ફરીથી કોઇ વીડિયો ટેપમાં જોવામાં આવેલા અલકાયદાના નેતા લાદેને કહ્યુ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશ ઇરાકમાં થયેલા નુકશાનને સ્વીકારતા નથી જે પૂર્વ સોવિયત સંઘની ભૂલોને ફરી કરે છે.

યૂરોપમાં એક વેબટ્રોંલર થી રોઇટર ટેલીવિજનને પ્રાપ્ત થયેલી આ ટેપમાં ઓસામા બિન લાદેને ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજી અને બ્રિટિશ પ્રધાનમંત્રી ગાર્ડન બ્રાઉનનો પણ ઉલ્લેખ કરેલો છે. લગભગ 30 મિનિટની આ ટેપની પ્રામાણિકતાની તાત્લાલીક તપાસ નથી થઇ શકી.
આ ટેપમાં બિન લાદેને કહ્યુ કે અમેરિકાની પાસે સૌથી વધુ શક્તિશાળી તેમજ આધુનિક સેના અને આર્થિક રીતે મજબૂત હોવા છતાં અમેરિકા આજે પણ અસુરક્ષિત છે.

વિડિયો સીડીમાં બિન લાદેને સફેદ અને ક્રીમ કલરના કપડા પહેરેલા અને એક ટેબલ ઉપર બેઠેલો જોવા મળ્યો હતો. જેમાં તે થોડોક થાકેલો અને અસ્વસ્થ જોવા મળતો હતો. લાદેનની છેલ્લી સી.ડી. નવેમ્બર, 2004ના રોજ મળી હતી, આ બાબતે અમેરિકાની સરકાર વધુ તપાસ હાથ ધરી છે.