Last Modified: અલ્જીરીયા , શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2007 (12:03 IST)
અલ્જીરીયામાં બિસ્ફોટ, 15 મૃત્યું
અલ્જીરીયા (વાર્તા) અલ્જીરીયાનાં બતના શહેરમાં ગુરૂવારે એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 15 લોકોનાં મૃત્યું થયા છે.
સરકારી ટેલીવિઝન ચેનલનાં જણાવ્યા અનુસાર વિસ્ફોટ રાષ્ટ્રપતિ અબ્દુલ અઝીઝ બાઉતેફ્લીકાનાં બતના શહેરના પ્રસ્તાવિત પ્રવાસ પહેલા થયો છે.
બાઉતેફ્લીકાએ આ વિસ્ફોટ માટે ઇસ્લામિક વિદ્રોહિઓને જવાબદાર ગણ્યા છે. તેમણે વિદ્રોહીઓને અપરાધી કહીને તેમની સખત આલોચના કરી છે.
સ્થાનીક રહેવાસીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ રાજધાની અલ્જીયર્સનાં દક્ષિણ પૂર્વમાં 430 કિલોમીટર દૂર બતના શહેરમાં રાષ્ટ્રપતિનાં આવવાની રાહ જોતા લોકો વચ્ચે થયો હતો.
ઉલ્લેખનીય છે કે, સેના સમર્થિત સરકાર દ્વારા સંસદની ચૂંટણીને રદ્દ કર્યા બાદ 1992 માં અલ્જીરીયામાં સંઘર્ષની શરૂઆત થઇ છે. ચૂંટણીમાં ઇસ્લામિક પક્ષની જીતવાની શક્યતા હતી.
ગત 15 વર્ષમાં હિસાંમાં લગભગ બે લાખ લોકોનાં મૃત્યુનું અનુમાન છે.