ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બુધવાર, 12 સપ્ટેમ્બર 2007 (20:14 IST)

ઇંડોનેશિયામાં ભૂકંપ - સુનામીની ચેતાવણી

ઇંડોનેશિયા (ભાષા) ઇંડોનેશિયામાં બુધવારે શકિતશાળી ભૂકંપ આવ્યા પછી પ્રશાસને હિંદ મહાસાગરના મોટાભાગના વિસ્તારોમાં સુનામીની ચેતાવણી આપી દીધી છે. ભૂકંપ એટલો જબરજસ્ત હતો કે તેની તેના શહેરમાં મોટી-મોટી બિલ્ડીંગો હલતી જોવા મળી હતી.

અમેરિકા ભૂગર્ભ સર્વેએ જણાવ્યું કે ભારતીય સમયાનુસાર સાંજે ચાર વાગ્યાના 40 મિનિટે આ ભૂકંપ આવ્યો હતો અને તેનો રિક્ટર સ્કેલ 7.9 માપવામાં આવ્યો છે. તેનું કેન્દ્ર દક્ષિણી સુમાત્રા ક્ષેત્રથી 15.6 કિ.મી દૂર હતુ.

ધી પેસેફિક સુનામી વોર્નિંગ સેંટરે ઘણા બધા વિસ્તારો માટે સુનામીની ચેતાવણી બહાર પાડી છે. આ સેંટરના કહ્યા મુજબ આટલો બધો શકિતશાળી ભૂકંપ મોટા પ્રમાણમાં વિનાસકારી સુનામી લાવવાની તાકાત રાખે છે, જે આખા હિંદુસ્તાનના દરિયા કાંઠા વિસ્તારોને અસર પહોચાડી શકે છે.