Last Modified: લંડન , ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2007 (16:34 IST)
ઇરાનની પરમાણું બોમ્બ બનાવવાની ઇચ્છા નથી
લંડન (વાર્તા) ઇરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેઝાદે કહ્યું હતું કે તેમનો દેશ પશ્વિમી દેશોના દબાણમાં યુરેનિયમ સર્વધન કાર્યક્ર્મ રોકશે નહી, પરંતુ પરમાણું બોમબ બનાવવાની તેમની કોઇ ઇચ્છા નથી.
બ્રિટીશ ટેલીવિઝન ચેનલ દ્રારા પ્રસારિત કરવામાં આવેલા એક સાક્ષાત્કારમાં ઇરાની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમનો દેશ પરમાણું બોમ્બ બનાવવા માંગતો નથી. અને અમે પરમાણું બોમ્બ બનાવવાના વિરોધમાં છીએ. પરંતુ તે અમારી સમજની બહાર છે કે એક ઇસ્લામી દેશના યૂરેનિયમ સર્વધનથી કેમ રોકવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ઇરાને ઘણી વખત કહ્યું છે કે યૂરેનિયમ સર્વધનનું કામ ફક્ત અસૈન્ય કાર્યક્રમ માટે કરવામાં આવે છે પરંતુ અમેરિકા સહિત પશ્વિમી દેશોનું માનવું છે કે ઇરાન અસૈન્ય પરમાણુ કાર્યક્રમની આડમાં પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે.