Last Modified: બીજિંગ , શનિવાર, 23 ઑગસ્ટ 2008 (13:18 IST)
ઓલિમ્પિકમાં 22 પત્રકારોની અટકાયત
મીડિયા નિરીક્ષક સંગઠન રિપોર્ટર વિદાઉટ બાર્ડર્સે જણાવ્યુ હતુ કે ચીનમાં બીજિંગ ઓલિમ્પિક દરમિયાન ઓછામાં ઓછા 47 વિદેશી તિબ્બતી સમર્થક કાર્યકરોને રાજ્ય બહાર કરવામાં આવ્યા હતાં અને 22 વિદેશી પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી, અને તેમની સાથે દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ ચીનના બીજિંગ પબ્લિક સિક્યુરીટી બ્યુરોના પ્રવક્તા બાંગ વેનજીએ પેરિસ સ્થિત આ સંગઠનના રિપોર્ટ અંગે કોઈ પણ ટીપ્પણી કરવાની મનાઈ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે તેમની પાસે વિદેશી કાર્યકર્તાઓને રાજધાની છોડવા પર મજબુર કરવા તથા વિદેશી પત્રકારોની અટકાયત કરવાના કોઈ આંકડા કે અહેવાલ નથી.
સંગઠનના નેતા રોબર્ટ મેનાર્ડે જણાવ્યુ હતુ કે ચીની અધિકારીયોએ મીડિયા સ્વતંત્રતા અને વિરોધના અધિકારની જે સંકલ્પના કરી હતી તેને ન જાળવતા તેનો હળહળતો ભંગ કર્યો હતો.