જેલ તોડવાના પ્રયાસમાં 8 કેદીના મોત
લાગોસ (યુએનઆઈ) નાઇજીરીયાના દક્ષિણ પશ્ચિમી રાજ્ય ઓયોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ કરનાર 8 કેદીઓનું સુરક્ષાકર્મીની ગોળીઓ દ્વારા માર્યા ગયાં હતાં અને બીજા 18 અન્ય ઘાયલ થયા હતાં. ઓયોના પોલીસ પ્રમુખ ઉડોમ ઇઅક્પોડોમે જણાવ્યું હતું કે ઘણા બધા કેદીઓએ રાજ્યને અગોડી જેલની દિવાલમાં છેદ કરી દિધા હતાં અને સુરક્ષાકર્મીઓ પર હુમલો કરી દિધો હતો. ત્યાર બાદ પોલીસે જેલને ઘેરી લીધી હતી અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ગોળીબાર વખતે 8 કેદીઓ મ માર્યાં ગયાં હતા અને અન્ય ઘાયલ થયાં હતાં. ચાર જેલના સુરક્ષાક્ર્મીઓ પણ ઘાયલ થયાં હતાં. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોઇ પણ કેદી ભાગવામાં સફળ નથી થયો અને સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો. નાઇઝીરીયાની સમાચાર એજંસીએ રાજ્યના પ્રમુખ જેલ અધિકારીના કહેવા પ્રમાણે જણાવ્યું હતું કે કેદીઓ જેલની ખરાબ ચિકિત્સા સુવિધાથી હેરાન હતાં.