અરૂશા તંજાનિયા (ભાષા) દક્ષિણ પશ્વિમી તંજાનિયામાં એક બસ દુર્ઘટનામાં 27 લોકો મૃત્યું પામ્યાં છે.
એમ્બેયા કસ્બાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને ક્ષેત્રીય પોલીસ યાતાયાત કમાંડર સ્ટીફન એમવિનામીલાએ જણાવ્યું હતું કે બસે એક કારને ઓવરટેક કરવાની કોશીષ કરી અને આ દરમિયાન તે એક અન્ય ટ્રક સાથે ટકરાઇ હતી.
એમવિનામિલાએ જણાવ્યું હતું કે મૃત્યું પામેલા લોકોમાં બે રાહદારી વ્યકતિઓ પામ્યાં હતાં. આ અકસ્માતમાં 43 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને તેમને પાસેના એક દવાખાનામાં ભર્તી કરાવવામાં આવ્યાં હતાં. ગત બે વર્ષોમાં આ વિસ્તારમાં આ સૌથી મોટો અકસ્માત છે.