બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2007 (16:44 IST)

તસ્લીમાને અજ્ઞાત સ્થળે લઇ ગયા

વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન..

નવી દિલ્હી (વાર્તા) વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનને કેન્દ્રીય સલામતી એજન્સી દ્વારા તેમને સોમવારે મોડી રાત્રે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તસ્લીમાને છેલ્લા બે દિવસથી દિલ્હીમાં રાજસ્થાન હાઉસ ખાતે કડક સલામતી વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવી હતી. આ પહેલા તેમને જયપુર લઈ જવામાં આવી હતી પરંતુ સલામતી વ્યવસ્થાનું કારણ આગળ ધરી તેમને દિલ્હી મોકલી દેવામાં અવી.

બાંગ્લાદેશથી દેશનિકાલ કરાયેલી તસ્લીમાએ કોલકત્તાને બીજું ઘર બનાવી લીધું છે. તસ્લીમાની વીઝા અવધિ વધારવાના વિરોધમાં મુસ્લીમ સમુદાયના લોકોએ કરેલા તોફાનો બાદ તેમને કોલકત્તા છોડી દેવાનો રાજ્યની ડાબેરી સરકારે આદેશ આપ્યો હતો.

જે અંગે ડાબેરીઓનું કહેવું છે કે, તેઓએ તસ્લીમાને રાજ્ય છોડી દેવા કહ્યું જ નથી. તેને ભારત સરકારે વીઝા આપ્યા છે એટલે તે ક્યાં રહે અને ક્યાં નહી તે જોવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.