દા વિંચી કોડના ચિત્રો પરનો પડદો ઉઠ્યો.
નવી દિલ્લી. વિશ્વના પ્રસિધ્ધ ચિત્રકાર લિયોનાર્ડો દ વિંચીના ચિત્રો પરથી છેવટે પડદો ઉઠી જ ગયો. પાછલાં ઘણાં વર્ષોથી શોધ કરી રહેલા ઇટાલીના વૈજ્ઞાનિકોએ આખરે સફળતા મેળવી લીધી. શોધકર્તાઓના અનુસાર દા વિંચીના પેંઇટીંગમાં જે રહસ્ય અને આકર્ષણ હોતુ તેનું મુખ્ય કારણ હતું તેમના ચિત્રોના પડ ખુબ પાટલા હોતા અને તે એવી રીતે હોતુ કે 3 ડી નો પ્રભાવ ઉત્પન્ન કરતાં હતાં. આ જ નહી પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત હતી કે દ વિંચી ક્યારેય પન રંગોને પ્લેટમાં મિક્સ નહોતાં કરતાં પરંતુ પીઈટીંગ કરતી વખતે કેનવાસ પર જ રંગોને મિક્સ કરતાં હતાં. તેનાથી જે શેડ બનતો હતો તે જ આ ચિત્રોને રહસ્યમય બનાવી દેતા હતાં. આ સિવાય દ વિંચી પોતાના ચિત્રોમાં પીંછીની જ્ગ્યાએ પોતાના અંગુઠાનો ઉપયોગ કરતાં હતાં. શોધકર્તાઓએ પોતાની શોધમાં ન્યૂક્લિયર એસિલિયરેટ ડિવાઇસનો પ્રયોગ કર્યો જે ખુબ જ ઝડપી ગતિથી અરીસાઓને અલગ અલગ કરતો હતો. તેઓએ 1501 માં લાકડા પર બનેલા તૈલીય ચિત્ર પર આ ટેકનીકનો પ્રયોગ કર્યો હતો. શોધકર્તાઓના અનુસાર આ ટેકનીક ફક્ત રંગોની અલગ અલગ સપાટીના વિશે જ જાણકારી નથી આપતાં પરંતુ તે વાત પર પ્રકાશ નાંખે છે કે લિયોનાર્ડો કેવી રીતે કામ કરે છે.