ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

નોબેલ શાંતિ પુરસ્‍કારની જાહેરાત 12 ઓક્ટોબંરે

ઓસ્‍લો (વાર્તા) નોર્વેની રાજધાની ઓસ્‍લોમાં 12 ઓક્ટોમ્બરે વર્ષ 2007નાં નોબેલ શાંતિ પુરસ્‍કારનાં વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

નોર્વે નોબેલ ઇંસ્‍ટીટ્યૂટે ગુરૂવારે જણાવ્યું કે, નોબેલ સમિતિનાં પાંસ સભ્યોનું દળ વિજેતાની પસંદગી કરશે. સમિતિએ પુરસ્‍કારની દોડમાં સામેલ કોઇ પણ વ્યક્તિના નામનો ખુલાસો કર્યો નથી પરંતુ આ વર્ષે અમેરીકાનાં ભૂતપૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ ઓલગોરને જળવાયુ પરિવર્તનની બાબતમાં જાગૃતી લાવવાનાં પ્રયાસોનાં કારણે ઉમેદવારોમાં સમાવેશની શક્યતા માનવામાં આવે છે.

ઉલ્‍લેખનીય છે કે આંતરરાષ્‍ટ્રીસ સ્‍તર પર દર વર્ષે નોબેલ પુરસ્‍કાર એવા લોકોને આપવામાં આવે છે જેમણે રસાયણ, ભૌતિક, સાહિત્ય, ચિકિત્સા, શાંતિ અને અર્થશાસ્‍ત્રનાં ક્ષેત્રોમાં વિશેષ ઉપલબ્ધિ મેળવી હોય છે.