Last Modified: ઢાકા , સોમવાર, 10 સપ્ટેમ્બર 2007 (00:24 IST)
બાંગ્લાદેશમાં કટોકટી દૂર થઇ
ઢાકા (વાર્તા) બાંગ્લાદેશમાં સેના સમર્થિત અંતરિમ સરકારે દેશમાં જાહેર કરેલ કટોકટીને હટાવતાં રાજનિતીક ગતિવિધિઓ પર પ્રતિબંધ હટાવી દિધો છે.
આજે તેના વિષે મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી આપતાં અંતરિમ સરકારના પ્રમુખ અહેમદે જણાવ્યું હતું કે આ નિર્ણય આવતીકાલથી લાગૂ પડશે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અંતરિમ સરકાર દ્રારા ગત 22 જાન્યુઆરી થનાર ચૂંટણી ટળ્યા બાદ કટોકટી લાગૂ કરતાં બંધ રૂમમાં થનાર રાજનિતીક બેઠક સહિત બધી જ રાજનૈતિક ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે. તેમને કહ્યું હતું કે ચૂંટણી પંચ આગામી નવેમ્બરના અંત સુધી બધા જ રાજનૈતિક દળોથી ચર્ચા-વિચારણા બાદ ડિજીટલ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે.
આ સિવાય આવતા વર્ષે ઓક્ટોમ્બર સુધી મતદાતાઓને ઓળખાણ પત્ર જાહેર કરવામાં આવશે. ડો. અહમદે કહ્યું હતું કે બધા જ દળોને 2008 સુધી અથવા તેના પહેલાં દેશમાં ચૂંટણી પૂરી કરી દેવા માટે ચૂંટણી પંચનો સહયોગ પણ કર્યો છે.