1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 28 એપ્રિલ 2015 (10:07 IST)

અનેક દેશોએ નેપાળમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત પાસે મદદ માંગી

અનેક દેશોએ ભૂકંપ પ્રભાવિત નેપાળમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત પાસે મદદ માંગી છે. ભારત નેપાળમાં મોટા પાયા પર રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યુ છે. 
 
વિદેશ સચિવ એસ જયશંકરે કહ્યુ, "અમે વિવિધ દેશોમાંથી તેમના નાગરિકોને બચાવવાનો અનુરોધ મળ્યો છે. અત્યાર સુધી 30 વિદેશી નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે." જો કે જયશંકરે એ દેશોના નામ નથી બતાવ્યા. 
 
નેપાળમાં શનિવારે આવેલ ભીષણ ભૂકંપને કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા 4000 લોકો માર્યા ગયા છે અને 8000થી વઘુ ઘાયલ થયા છે.  
 
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે સવારે 11.30 દરમિયાન આવેલ ભૂકંપ પછી સૌ પ્રથમ ભારતે મદદ માટે હાથ આગળ કરી ભૂકંપમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં તત્પરતા દાખવી હતી.  ભારતનું આ ઝડપી મદદ કાર્ય જોઈને અનેક દેશોએ પોતાના નાગરિકોને પણ બહાર કાઢવામાં મદદ કરવાની ભારતને અપીલ કરી છે.