રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By જયદીપ કર્ણિક|

કોઇ તો અવાજ ઉઠાવો...?

આજે અત્યંત દુઃખ, અફસોસ અને આક્રોશ સાથે 'કલમ' ઉપાડવી પડી છે. માણસનાં મગજ અને સામર્થ્યથી પથ્થરને પણ પિગળતાં જોઇને જે રોમાંચ થાય છે, તેનાથી એનક ગણો વધુ અફસોસ કોઇ પણ મજબૂત વિચારો ધરાવતા વ્યક્તિને પિગળતાં અને ટૂટતા જોઇને થાય છે. જ્યારે કોઇ આદર્શ અને ઉદાહરણનો અંત થાય છે, ત્યારે શૂન્યવકાશ સર્જાય છે. મન, ભલાઇને ધરાશઇ થતું જોઇને આક્રોક અને આંદોલિત બને છે.

ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિના શપથ-સમારોહ દરમિયાન ખુશીઓની ઘડીઓ વચ્ચે, તેમનાં માનમાં આપવામાં આવેલી એકવીસ તોપોની 'સલામી' ની ગર્જનાની વચ્ચે એક ચીસ આ બધાને ચીરતી સીધી હૃદય સોંસરવી ઉતરી ગઇ. આ ચીસ અને વેદના છે દેશની પ્રથમ મહિલા આઇપીએસ અધિકારીની, જેને લોકો કિરણ બેદીની જગ્યાએ 'ક્રેન બેદી'ના નામે વધુ સારી રીતે ઓળખે છે.

ફકત મહિલાઓ જ નહીં, પણ જિંદાદિલી અને ઇમાનદારીમાં વિશ્વાસ કરતાં દરેક માણસનાં આદર્શના રૂપમા ગર્વ સાથે જોવામાં આવતી કિરણ બેદીને આજે વ્યવસ્થા સામે હારતા જોઇને ઘણું દુઃખ થાય છે. જે મહિલા પોતાની સમગ્ર ઉમર વહીવટને સુધારવામાં લાગી રહી, તે મહિલા જે દેશના લોકોને વિશ્વાસ આપતી રહી કે પોલીસ અને કાયદા સામે ડરવું નહીં, વહીવટમાં વિશ્વાસ રાખવો, આજે તે મહિલા પોતે વહીવટને ધિક્કારી રહી છે, અને કહે છે કે આ વહિવટ પર વિશ્વાસ રાખી શકાય નહીં. આ વહિવટમાં ઇમાનદારી, નિસ્વાર્થ સેવા, ત્યાગ અને તપનું યોગ્ય પરિણામ મળતું નથી... ત્યારે આપણો અંતરઆત્મા પણ ડગમગી જાય છે.

બહુ ઘબરાહટ થાય છે કે એક મજબૂત ઇરાદા વાળી મહિલા જેણે બીજાં લોકોને હિમ્મત આપી છે, જેણે સ્ત્રીશક્તિનો નવો અધ્યાય રચ્યો, તે મહિલા જેણે પુસ્‍તક લખ્યું છે - 'આય ડેયર' એટલે કે "હિમ્મત છે...". તે કહે કે, હિમ્મત નથી, તો વિશ્વાસનો એક અહમ આધાર કડડભૂસ થઇ થાય છે. શું આપણે આવું થવા દેવું જોઇએ ? શું તેના સમર્થન માટે કોઇ પણ અવાજ નહી ઉઠાવે ?

ખરેખર સીનિયોરીટી, કાબેલિયત અને તેમજ અનુભવોના આધારે સુશ્રી કિરણ બેદીને દિલ્લીનાં પોલિસ કમિશ્નર બનાવવવામાં આવનાર હતાં. આ માટે તેમના નામની ભલામણ પણ કરવામાં આવી હતી, છતાં એક લાંબા સમય સુધી રાહ જોયાં બાદ બુધવારે 25 જુલાઇએ ડડવાલનાં નામની જાહેરાત કરવામાં આવી જે તેનાથી બે વર્ષ જૂનિયર છે અને કથિત રૂપથી અનેક પ્રકારનાં વિવાદ અને આરોપોથી ઘેરાયેલા છે.

ઉલ્‍લેખનીય છે કે, કિરણ બેદીને ગુસ્સો આવવો સ્વાભાવિક હતો. એક ટેલીવિઝન ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કિરણ બેદીએ જે વાતો જણાવી, તે કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિને અંદર સુધી ઝંઝોળવા માટે ઘણી છે. સામાન્ય રીતે શાંત અને સંયમમાં રહેનારી આ મહિલા અધિકારીનો ક્રોધ અને કંઇ પણ ન કરી શકવાની મજરૂરી તેની વાણીમાં અને આંખોમાં પાણી સાથે તરતી નજરે જણાતી હતી.

તેઓ પોતાનાં 35 વર્ષના લાંબા કેરિયરને વારંવાર યાદ કરી રહી હતી અને એક જ વાત વિચારી રહી હતી કે, તેનાથી ક્યાં અને ક્યારે ખોટું થયું હતું? તેમણે કહ્યું કે તેનાથી એક ભૂલ એ બનેલી, કે તેણે જનતાનાં સેવક બનીને કામ કરતી રહીં અને તેમણે પાર્ટીઓમાં જઇને એવા મિત્રો નથી બનાવ્યા કે જેઓ રાજી થઇને તેમનું કામ કરી આપે.

તેમણે 19-20 કલાકો સુધી કામ કર્યું, પોલીસ ટ્રેનિંગનું પણ કામ કર્યું અને નશામુક્તિનું આંદોલન ચલાવ્યું, પરંતુ ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન અધિકારીઓ અને રાજકીય નેતાઓ તેને નોંધપાત્ર નથી માનતા. જે અધિકારી જનતાની વચ્ચે જાય છે તેઓ ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓથી દૂર થઇ જાય છે. કિરણ બેદીના આ બયાન આપણા વહીવટ પર તમાચા સમાન છે. જે લોકોની સાથે ચાલતી કિરણ બેદીને તેનો હક્ક મળ્યો નથી, તે જનતા જો તેના પક્ષમાં અવાજ નહીં ઉઠાવશે તો કોણ ઉઠાવશે?

આ સમયે ફક્ત દિલ્‍લીની જનતા જ નહીં, સમગ્ર દેશની એવી જનતા જેમને સચ્ચાઇ પસંદ છે તે કિરણ બેદીનાં પક્ષમાં એકમત બને.

કિરણ બેદીથી પ્રભાવિત થઇને એક ટીવી સીરિયલ 'ઉડાન' પણ બની હતી. જેની મુખ્ય કલાકાર જ્યારે એક પોલીસ અધિકારી બન્યાં પછી આ 'વ્યવસ્થા' સામે ઝઝૂમે છે ત્યારે તેના પિતા, કે જેણે અહીં પહોંચવા માટે હિમ્મત આપી હતી, તેમને પ્રશ્ન કરે છે કે, "બાબા તમે કેટલાક આદર્શો તમે ખોટા શિખવાડ્યા છે?"

આજે કિરણ બેદી આ પ્રશ્ન સમગ્ર વ્યવસ્‍થા અને દેશની સામાન્ય જનતાને પૂછી રહી છે.