દુર્ગા પૂજાના પંડાલમાં બિપાશાની છેડતી

bipasha
મુંબઈ| ભાષા|

IFM
IFM
મુંબઈના એક દુર્ગા પૂજાના પંડાલમાં બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુની અમુક લોકોએ છેડતી કરી. આ ઘટનાથી બિપાશાનો પારો ચડી ગયો. તેમની સાથે મોજૂદ જોન અબ્રાહમ અને અન્ય લોકોએ કોઈ પણ રીતે તેને શાંત કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર બિપાશા બસુ પોતાના બૉયફ્રેંડ જૉન અબ્રાહમ સાથે સાંતાક્રૂજમાં દૂર્ગા પૂજાના પંડાલમાં ગઈ હતી. પડાંલમાં ઘણી ભીડ હતી જેનો ફાયદો ઉઠાવીને એક વ્યક્તિએ તેની છેડતી કરી. સ્થળ પર મોજૂદ એક શખ્સે જણાવ્યું કે, જોન અને બિપાશા શનિવારે સાંજે દુર્ગાપૂજા માટે આવ્યાં હતાં. બિપાશા ઘણી ખુશ દેખાઈ રહી હતી. દર્શન બાદ જેવી જ તે સ્ટેજ પર પહોંચી કે, એક વ્યક્તિએ તેના વક્ષ સ્થળ પર હાથ ફેરવી દીધો.
આ ઘટનાથી બિપાશા ગભરાઈ ગઈ અને તેનો પારો ચડી ગયો તેના આસપાસ મોજૂદ લોકોએ તેનો ગુસ્સો શાંત કર્યો. જોને પણ તેને કોઈ પણ રીતે શાંત રહેવા કહ્યું. આ ઘટનાથી બિપાશા એટલી બધી દુખી હતી કે, તેણે પોલીસ ફરિયાદ કરવાનું પણ નક્કી કરી લીધું હતું. આશ્વર્યની વાત તો એ છે કે, આ પંડાલનું આયોજન રાની મુખર્જીનો પરિવાર કરે છે.


આ પણ વાંચો :