સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , મંગળવાર, 3 મે 2016 (11:51 IST)

પ્રિયંકા ગાંધીના સપોર્ટમાં યુપીમાં લાગ્યા પોસ્ટર, 'દીદી ઇઝ કમિંગ સૂન'

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે કોંગ્રેસે સંપૂર્ણ રીતે કમર કસી લીધી છે. આ વખતે કોંગ્રેસ સોશિયલ નેટવર્કિંગ સાઈટ કૈપેન ચલાવી રહી છે અને યૂઝર્સને કન્વિંસ કરી રહી છે. બીજી બાજુ પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે ચૂંટણી સમીકરણ બનાવી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તા ગાંઘી પરિવારના પૈતૃક શહેર ઈલાહાબાદમાં પાર્ટીની કમાન પ્રિયંકા ગાંધીને આપવાને લઈને ફેસબુક પર કાયદેસરનુ કૈપેન ચલાવી રહ્યા છે. 
 
કાર્યકર્તાઓએ એલાન કરી દીધુ છે - દીદી ઈઝ કમિંગ સૂન ઈન યૂપી. કોંગ્રેસ કાર્યકર્તા હસીબ અહમદે પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લઈને અનેક પોસ્ટર સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર નાખ્યા છે. આ પ્રકારના કૈંપેનથી 2017 વિધાનસભા ચૂંટણીની તૈયારી સ્પષ્ટ રૂપે ઝલકી રહી છે. 
 
કાર્યકર્તા પ્રિયંકા ગાંધીને પ્રદેશની કમાન સોંપવા માટે પોતાની તાકત ઝોંકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર જોર-શોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઈલાહાબાદ પહોંચતા તેમની સામે પણ કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં ઉતારવાની ભલામણ કરી હતી.