મોદીએ ખુદ રૂચિ ન દેખાડી : સુષમા

નવી દિલ્હી | ભાષા| Last Modified ગુરુવાર, 21 જાન્યુઆરી 2010 (17:31 IST)

લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજે ખુલાસો કર્યો છે કે, ભાજપના લોહપુરૂષ લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા ઈચ્છતા હતાં પરંતુ મોદીએ હાલ દિલ્હી આવવામાં કોઈ રૂચિ ન દેખાડી. ગુજરાતના 50 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ સંપન્ન થવા સુધી તેમણે રાજ્યમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી.

સુષ્માએ કહ્યું કે, મોદીને ના પાડવાથી જ નિતિન ગડકરીનું નામ સામે આવ્યું જેના પર સહમતિ બની. તેમણે કહ્યું કે, નિતિન ગડકરી રબર સ્ટેમ્પ અધ્યક્ષ સાબિત નહીં થાય, ન તો ભાજપ જેવી પાર્ટીના અધ્યક્ષ રબર સ્ટેપ હોઈ શકે છે. સુષ્માએ એ પણ કહ્યું કે, અટલજીની સહમતિથી અડવાણીને એનડીએ કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવી શકે છે.


આ પણ વાંચો :