મોદી પીએમ પદના શપથ લેશે તે દિવસે પાકિસ્તાન 151 માછીમારોને છોડશે

modi
Last Modified શનિવાર, 24 મે 2014 (10:30 IST)
ભારતનાં ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મી મે એ શપથ ગ્રહણ સમારોહમાં ભારતનાં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ પાકિસ્તાને આગામી 26મી મે એ 151 માછીમારોને પાકિસ્તાનમાંથી મુકત કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્‍ત સુત્રો દ્વારા જાણવા મળેલ છે
ઉલ્લેખનીય છે કે લોકોમાં અનેક તર્ક અને વિતર્કોએ સ્થાન જમાવ્યુ છે. ઘણાં લોકો ચર્ચી રહ્યાં છે કે આ ખરેખર મોદી મેજીક છે કે પછી પાકિસ્તાન ફરીથી ભારત સાથે કોઇ રાજકીય દાવપેચ ખેલી રહ્યું છે. માછીમારોને ભારત છોડવાનાં સમાચાર મળતાં જ ગીર-સોમનાથમાં માછીમારોનાં કુટુંબોમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે.


આ પણ વાંચો :