રાજકીય નહોતી મોદી સાથેની મુલાકાત : બિગ બી

modi_Amitabh
મુંબઈ | ભાષા|

ND
N.D
મેગાસ્ટાર બચ્ચનના ગુજરાત પ્રવાસ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને રાજકીય નજરે જોવામાં આવતા બિગ-બીએ ખુલાસો કર્યો છે કે, તેઓ ફરી રાજકારણમાં ઝંપલાવવા ઈચ્છતા નથી. ગુજરાત દેશનો અભિન્ન હિસ્સો છે અને તેના સારા પાસાની રજૂઆત કે પ્રચાર કરવામાં કોઈ વાંધો હોય શકે નહી.

ગુજરાતના વિવાદાસ્પદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા બદલ ટીકાનો ભોગ બનેલા મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, તેમણે વ્યક્તિગત મોદીને નહીં પરંતુ ગુજરાતના વિકાસને સમર્થન અને પ્રોત્સાહન આપ્યું છે.

તમે મોદીને સમર્થન આપ્યું હતું તેવું પૂછાતાં એક મુલાકાતમાં બિગ-બીએ કહ્યું હતું કે, મહત્વ વ્યક્તિનું નથી હોતું, વિકાસનું હોય છે મોદી ગોધરાકાંડ પછીના રમખાણોમાં લઘુમતી પર અત્યાચારના કલંકનો સામનો કરી રહ્યાં છે.
હું જાણતો નથી કે, તમે કેવા અર્થઘટન તારવો છો પરંતુ માત્ર 'પા' ફિલ્મ માટે કરમુક્તિ મેળવવાના આશય સાથે ગુજરાતના મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

મોદીને સમર્થન આપ્યું હોવાનું મક્કમપણે નકારી દેતા મિલેનિયમ સ્ટારે જણાવ્યું હતું કે, મોદીજીએ મને ગુજરાત માટે રાજ્યના પર્યટનસ્થળોને પ્રોત્સાહિત કરવા કામ કરવા જણાવ્યું હતું અને રાજ્યમાં પ્રવાસના વિકાસના હિતમાં જ હું એ માટે સહમત થયો હતો તેવું તેમણે ઉમેર્યું હતું.
'પા' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવાની રજૂઆત મે કરી હતી. આગામી દિવસોમાં કર્ણાટકના મુખ્યપ્રધાને પણ આ જ કારણસર મળવાનો છું તેવી સ્પષ્ટતા બચ્ચને કરી હતી.


આ પણ વાંચો :