રવિવાર, 7 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 24 ફેબ્રુઆરી 2009 (10:26 IST)

વકીલોને કેસ બે દિવસ વહેલા ચાલશે

સુપ્રિમ કોર્ટ
સુપ્રિમકોર્ટે મદ્રાસ હાઈકોર્ટના વકીલોની હડતાળ અંગેના કેસની સુનાવણી બે દિવસ વહેલા એટલે કે, 27મીને બદલે 25મીએ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટને એવી માહિતી આપવામાં આવી હતી કે, આ બાબતે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પછી મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલાકૃષ્ણનની બનેલી ખંડપીઠે આ સુનાવણી બે દિવસ વહેલા કરવા નિર્ણય લીધો છે.

કોર્ટને એવી માહિતી અપાઈ હતી કે, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતા ભારેલા અગ્નિ જેવી છે. સુપ્રીમે 19મીએ મદ્રાસ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર એસોસિએશન અને બાર કાઊન્સીલને નોટીસ પાઠવીને હડતાળ પાડવા સંદર્ભે નોટીસ પાઠવી હતી.