મોદીને હરાવવા વિરોધીઓ હવે એનજીઓની મદદ લેશે

વેબ દુનિયા| Last Modified બુધવાર, 29 ફેબ્રુઆરી 2012 (10:35 IST)

P.R
ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમને રાજનૈતિક રીતે હરાવી ન શકતાં હવે તેઓએ અને મીડિયાના એક વર્ગનો સહારો લેવાનું શરૂ કર્યું છે. આને ગુજરાતની કમનસીબી ગણાવતાં જેટલીએ કહ્યું કે, આ નકારાત્મક ઊર્જા સાથે પાર પાડવા માટે વધુ એક લડાઇ લડવી પડશે.

ગોધરાકાંડનો એક દસકો વીતવા પર મોદીના સમર્થનમાં ઉતરેલા જેટલીએ કહ્યુંકે આ સમય પડકારભર્યો રહ્યો છે. આ એક દસકામાં ગુજરાતની કાયાપલટ થઇ છે. જીડીપી બે આંકડામાં જતો રહ્યો અને દેશ-દુનિયામાં એક આદર્શ બનીને ઉભરી આવ્યો. પ્રાથમિક સુવિધાઓથી માંડીને દરેક ક્ષેત્રમાં રાજયએ પ્રગતિ કરી છે.
આમ છતાં કેટલાક લોકો એવા છે કે જેઓ ગુજરાતના ભવિષ્યેનો રોડમેપ હજુ પણ 2002ના સમયમાં જ જકડી રાખવા માગે છે. તેથી હવે આવા લોકો અને ગુજરાતને સમૃદ્ધ જોવાવાળા વર્ગ વચ્ચે એક સંઘર્ષ થશે. તેમણે એ પણ કહ્યું કે કોઇપણ પ્રકારનાં રમખાણો કે ઉન્માદ હંમેશા એક મોટો ઘા છોડી જાય છે. ગુજરાતનાં રમખાણોનો આ ઇતિહાસ કમનસીબ હતો પણ મોદીના પ્રયાસોથી ગુજરાત તેને ભૂલાવીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.


આ પણ વાંચો :