શુ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનશે તો કોંગ્રેસની નૈયા પાર લાગી જશે ? જાણો રાહુલનું રિપોર્ટકાર્ડ

નવી દિલ્હી.| Last Modified મંગળવાર, 8 નવેમ્બર 2016 (11:34 IST)
130 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી છે. રાહુલ ગાંધીના ઉપાધ્યક્ષ બનવાના લગભગ ચાર વર્ષ પછી પહેલીવાર કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એક સુરમાં તેમને પાર્ટી પ્રેસિડેંટ બનાવવાની ભલામણ કરી છે. CWC ની સોમવારે થયેલ મીટિંગમાં નેતાઓએ કહ્યુ કે રાહુલને હવે પાર્ટીની કમાન સોંપવી જોઈએ. 1998થી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની ગેરહાજરીમાં થયેલ આ મીટિંગની પ્રથમવાર ખુદ રાહુલે અધ્યક્ષતા કરી. આ દરમિયાન રાહુલે કહ્યુ, "હુ જવાબદારી લેવા તૈયાર છુ. કોઈના મનમાં શંકા હોય તો પ્લીઝ બતાવો..." ત્રણ સંકેત જે બતાવી રહ્યા છે કે રાહુલ જલ્દી બનવા નક્કી છે.

1. પહેલીવાર રાહુલે કરી CWC ની આગેવાની

- કોગ્રેસ વર્કિંગ કમિટી પાર્ટી સૌથી તાકતવર બોડી છે.
- રાહ્લે સોનિયાની ગેર હાજરીમાં પ્રથમવાર સોમવારે આની અધ્યક્ષતા કરી.
- બીમાર હોવાને કારણે સોનિયા મીટિંગમાં ન પહોંચી.
- એવુ કહેવાય રહ્યુ છે કે સોનિયાનુ જવુ નક્કી હતી. ઘર બહાર ગાડી પણ ઉભી હતી. પણ દિલ્હીમાં સ્મૉગને જોતા તેમને અંતિમ સમયે નિર્ણય ટાળી દીધો.

2. પ્રથમવાર CWC એ તેમના નામની ભલામણ કરી
- રાહુલે CWC
મેંબર્સએ પ્રથમવાર પ્રેસિડેંટ પોસ્ટ માટે સમર્થન કર્યુ.
- ચાર કલાક ચાલેલી મીટિંગમાં પૂર્વ ડિફેંસ મિનિસ્ટર એકે એંટનીએ રાહુલને પ્રેસિડેંટ બનાવવાની વાત સૌ પહેલા ઉઠાવી
- મીટિંગમાં રહેલ મનમોહન સિંહ, પી. ચિદંબરમ, ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, જર્નાદન દ્રિવેદી અને અંબિકા સોનીએ આ માંગનો સપોર્ટ કર્યો.
- ઉલ્લેખનીય છે કે 2014ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જ્યારે માત્ર 44 સીટો મળી હતી. ત્યારે પ્રદેશ સ્તરના કેટલાક નેતા રાહુલના નેતૃત્વની આલોચના કરી રહ્યા હતા.
- એંટનીએ કહ્યુ આવુ પહેલીવાર થયુ છે જ્યારે CWC
એ રાહુલને પ્રેસિડેંટ બનાવવની ભલામણ કરી છે. આશા છે કે કોંગ્રેસ પ્રેસિડેંટ આ વાત પર યોગ્ય રીતે ધ્યાન આપશે.

3. પાર્ટીએ સંગઠનની ચૂંટણી ટાળી

- ન્યૂઝ એજંસી મુજબ કોંગ્રેસે 31 ડિસેમ્બર પહેલા થનારી પાર્ટી સંગઠનની ચૂંટણી એક વર્ષ માટે ટાળવાનો પ્રયાસ કર્યો છે. આ માટે ચૂટણી પંચે સમય પણ માંગ્યો છે.
- દેખીતુ છે કે પાર્ટી રાહુલના નામ પર સોનિયા ગાંધી તરફથી મંજુરી ઈચ્છે છે.

રાહુલની લીડરશિપમાં પાર્ટી 60 મહિનામાં 20 ચૂંટણી હારી ચુકી છે

- રાહુલને 2013માં કોંગ્રેસના વાઈસ પ્રેસિડેંટ બનાવ્યા
- જોકે યૂપી ચૂંટણીના સમયે 2012ની શરૂઆતથી પાર્ટીમાં એક્ટિવ થયેલ રાહુલની આગેવાનીમાં કોંગ્રેસ કેટલાક ખાસ પરિણામ મેળવી શક્યુ નથી.
- રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ 60 મહિનામાં 20 ચૂંટણી હારી ગઈ. પાર્ટી દેશમાં ફક્ત 7% વસ્તીમાં સિમટાઈને રહી ગઈ.

રાહુલ જો પ્રેસિડેંટ બનશે તો સૌથી મોટો ટેસ્ટ યૂપીમાં

- 2017ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે. આ વિધાનસભા ચૂંટણી મુખ્ય રહેશે.
- આ એ જ રાજ્ય છે જ્યાથી રાહુલે 2012માં પાર્ટીના ઈલેક્શન કૈપેનની કમાન સાચવી હતી.
- 2017માં પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ચૂંટણી થશે. વર્ષના અંતમા ગુજરાત અને ગોવામાં ચૂંટણી થવાની છે.
- યૂપીમાં કોંગ્રેસ પોતાનુ નસીબ બદલવા માટે ઈલેક્શન સ્ટ્રેટજિસ્ટ પ્રશાંત કિશોરને લઈને આવી છે.

હાલ ક્યા ક્યા છે કોંગ્રેસની સરકાર

- 2014માં થયેલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 44 સીટો પર સમેટાઈ ગઈ હતી. કેન્દ્ર સાથે રાજ્યોમાં પણ પાર્ટી સમેટાઈ ગઈ હતી.
- હાલ કોંગ્રેસ ફક્ત હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણિપુર, મેઘાલય, મિઝોરમ, પોંડિચેરી અને ઉત્તરાખંડમાં સત્તામાં છે.
- આ રાજ્યોમાં દેશની કુલ વસ્તીના માત્ર 7%થી થોડો વધુ ભાગ રહે છે.

રાહુલની લીડરશિપમાં અહી હારી કોંગ્રેસ
2012 - યૂપી, પંજાબ, ગોવા, ગુજરાત
2013 - લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર, હરિયાના, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર
2015 - દિલ્હી
2016 - અસમ, વેસ્ટ બંગાલ, કેરલ, તમિલનાડુ

અહી જીતી કોંગ્રેસ

2012 - ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મણિપુર
2013 - કર્ણાટક, મિઝોરમ, મેઘાલય
2014 - બધી ચૂંટણી હારી
2015 - બિહારમાં ગઠબંધન જીત્યુ
2016 - પોંડિચેરી


આ પણ વાંચો :