રવિવાર, 15 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 21 જાન્યુઆરી 2016 (16:12 IST)

Hummer murder : ગાર્ડને ગાડી નીચે કચડનાર બીડી કિંગ નિશામ છે 18 લકઝરી કારનો માલિક !!

બીડી વેપારીએ ગાર્ડને કચડતી વખતે કહ્યુ હતુ કે યે કૂત્તા મરેગા નહી. બીડી કિંગ તરીકે ઓળખાતા મોહમ્મદ નિશામે 47 વર્ષના ચંદ્રબોસ પર પોતાની SUV ચઢાવી દીધી હતી.  તેને તે લગભગ 700 મીટર સુધી પોતાની કાર દ્વારા ખેંચીને લઈ ગયો હતો અને દીવાલમાં લઈ જઈને ઘુસાડી દીધો હતો. ચંદ્રબોસને દીવાલ સાથે અથડાવી દબાવતા તે બોલ્યો હતો કે - 'યે કુત્તા મરેગા નહી'. જજે આ વાત આજે કોર્ટમાં કહી. 
 
નિશામે કોર્ટને કહ્યુ હતુ - સજામાં થોડી રાહત આપે 
 
39 વર્ષના નિશામે કોર્ટમાં કહ્યુ કે તે બાઈપોલર ડિસઓર્ડરથી ગ્રસ્ત છે અને તેથી તેને સજા આપવામાં ઉદારતા રાખવામાં આવે. વિશેષ અભિયોજક સીપી ઉદયભાનુએ તર્ક આપ્યુ હતુ કે વેપારીને મોતની સજા મળવી જોઈએ. કારણ કે તે સમાજ માટે સંકટ બની ગયો છે. 
 
નિશામને ગયા વર્ષે એક ગાર્ડની એ માટે હત્યા કરી  નાખી કારણ કે તેણે નિશામની હમર કારને જોઈને પણ ગેટ ખોલવમાં મોડુ કર્યુ હતુ. આ હત્યા કેરલના ત્રિચુર જીલ્લામાં શોભા સિટી નામના સ્થાન પર ગઈ 29 જાન્યુઆરીના રોજ થઈ હતી.   સિગરેટ બનાવનારી એક મોટી કંપનીના માલિક મુહમ્મદ નિશામ મોડી રાત્રે ઘર પરત ફર્યો હતો. પોતાના મકાનનાં ચોક પાસે આવીને નિશામ ને એવુ લાગ્યુ કે ચોકીદાર તેના ઘરનો દરવાજો ખોલવામાં મોડુ કરી રહ્યો છે.  
 
જ્યા સુધી ગેટ પર ડ્યુટી આપી રહેલા ચોકીદારો તેની કારની ઓળખ કરરે અને મુહમ્મદ નિશામને ઓળખે.. તે પોતાની કારમાંથી ઉતરીને ચોકીદારો સાથે ધક્કા મુક્કી કરવા લાગ્યો. ત્યારબાદ તેણે ચોકીદારોના કેબિનના કાંચ તોડી નાખ્યા અને પોતાની કારમાં બેસીને એક્સીલેટર દબાવી દીધુ અને પોતાની કાર સામે ઉભેલા ચોકીદારને કચડી નાખ્યો.  47 વર્ષીય ચોકીદાર કે. ચન્દ્રાબોઝ ઉછળીને પાસે જ બનેલ ગ્રેનાઈટના ફુવ્વારા સાથે જઈને અથડાયો. પણ મુહમ્મદ નિશાન આટલુ કરીને પણ રોકાયો નહી. તેણે ચોકીદારને ઉઠાવીને પોતાની કારના બોનટ પર પટક્યો અને પાસે પડેલો સરિયો ઉઠાવીને લગભગ 30 મિનિટ સુધી એ સળિયો મારતો રહ્યો. ત્યારબાદ તે ઘરે જતો રહ્યો. 
 
જ્યારે પોલીસ મામલાને એતપાસ કરવા આવી તો પોલીસ સાથે પણ ઝગડી પડ્યો અને તેમને ધમકી આપવા લાગ્યો. મુહમ્મદ નિશામને ત્યારે જ પકડી શકાયો જ્યારે પોલીસે ફોન કરીને કેટલાક બીજા પોલીસને પણ ત્યા બોલાવી લીધા.  ચોકીદાર કે. ચંન્દ્રબોઝ હોસ્પિટલ પહોંચીને મરી ગયો. 
 
આરોપીના વકીલે ચંદ્રબોસના પરિવાર માટે 5 કરોડ રૂપિયાનું વળતર માંગ્યુ હતુ.  પરિવારમાં ચંદ્રબોસની મા, પત્ની અને બે બાળકો છે.  જજે જણાવ્યુ કે નિશામનુ સંપૂર્ણ સામ્રાજ્ય 5 હજાર કરોડ રૂપિયાનુ છે.  મિડલ ઈસ્ટમાં મોટી હોટલો અને રિયલ એસ્ટેટના મોટા વેપારીના રૂપમાં નિશામની ઓળખ હતી. ચંદ્રબોસની પત્નીએ આ નિર્ણય પછી કહ્યુ કે હુ ખુશ છુ કે 1 વર્ષ પછી અમને ન્યાય મળી ગયો છે. 

આગળ જુઓ વીડિયો જ્યારે  કિંગ નિશામ એ પોતાના નવ વર્ષના બાળકને ફરારી ચલાવવા આપી હતી 

તેના પર પહેલા જ દસ કેસ ચાલી રહ્યા છે. જેમાથી એક કેસ પોતાની પત્નીને નિર્દયતાથી મારવાનો પણ છે. વર્ષ 2013માં નિશામે યૂ-ટ્યૂબ પર એક એવો વીડિયો લગાવ્યો હતો જેમા તેનો નવ વર્ષીય પુત્ર રેસિંગ કાર દોડાવી રહ્યો હતો. એ દિવસે તેના પુત્રનો જનમદિવસ હતો અને તેણે પોતાના પુત્રને પોતાની લાલ ફેરાઈ એફ- 430 કાર ચલાવવા માટે આપી દીધી હતી. જેની કિમંત ભારતીય મુદ્રામાં લગભગ સવા કરોડ રૂપિયા છે. તેણે બાળકની બાજુવાળી સીટ પર તેના બીજા છ વર્ષીય પુત્રને બેસાડ્યો હતો. બંને કોઈ મોટાની મદદ લીધા વગર ઝડપી ગતિથી કાર દોડાવી રહ્યા હતા. એ પણ કોઈ ખાલી રોડ પર નહી પણ રહેવાસી વિસ્તારમાં. જેના પર બહુમાળી મકાન દેખાય રહ્યા હતા. 




આગળ જુઓ કિંગ નિશામ પાસે કંઈ કંઈ ગાડીઓનુ કલેક્શન છે 


નિશામ 18 લકઝરી કારનો માલિક છે 
 


નિશામ ખુદને કિંગના નામે ઓળખાવે છે તેની પાસે નીચે જણાવેલ કારનુ કલેક્શન છે. 
 
1) Range rover EVOQUE 
2) Porsche CARRERA
3) Bentley
4) Ferrari
5) Lamborghini
6) Audi
7) Benz
8) Rolls Royce
9) Aston Martin