સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 3 મે 2016 (12:42 IST)

સાંસદોની સેલેરી બમણી કરવાની માંગ પર PM મોદીએ વાંધો ઉઠાવ્યો

સાંસદો ઈચ્છે છે કે તેમનો પગાર અને એલાઉંસ 100 ટકા વધે. એક સંસદીય સમિતી તેની ભલામણ કરી ચુકી છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનો વિરોધ કર્યો છે.  એક અંગ્રેજી છાપા મુજબ પ્રધાનમંત્રી મોદીનુ કહેવુ છે કે પોતાની સેલેરી પેકેજ વિશે સાંસદોએ પોતે નિર્ણય ન લેવો જોઈએ. તેમને આ માટે નવો રસ્તો સુજાવ્યો છે. 
 
પીએમ મોદીનુ માનવુ છે કે સાંસદોની સેલેરીનો નિર્ણય વેતન આયોગ કે તેના જેવી કોઈ બોડી કરે. જે સમયના હિસાબે તેમા વધારો કરતી રહે.  મોદીની સલાહ છે કે સાંસદોની સેલેરીને રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ કે કૈબિનેટ સચિવ જેવી પોસ્ટના વેતનમાં થનારા વધારા સાથે જોડી દેવી જોઈએ. પીએમ મુજબ સાંસદ તેના પર ખુદ નિર્ણય ન કરે પણ આ વરિષ્ઠ પદો પર બેસેલા લોકોની સેલેરી વધારવાનો જ્યારે પણ કોઈ વેતન આયોગ નિર્ણય કરે ત્યારે એ જ આયોગ સાંસદોના વેતન પર પણ વિચાર કરે. 
 
મોટાભાગના સાંસદોનું માનવુ છે કે ખર્ચ અને મોંઘવારી વધવાને કારણે વેતન વધવુ જરૂરી છે. થોડા દિવસો પહેલા રાજ્યસભામાં સપા સાંસદ નરેશ અગ્રવાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો.  કેટલાક સાંસદોનુ કહેવુ છે કે તેમનો પગાર ઓછામાં ઓછો કેબિનેટ સચિવથી વધુ હોય. કેટલાકની માંગ છે કે તેને બમણો કરી દેવો જોઈએ. સાંસદોના વેતન અને ભથ્થા પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ ગોરખપુરથી ભાજપા સાંસદ યોગી આદિત્યનાથ છે. તેમણે કેન્દ્રને આ મામલે સલાહ આપી હતી જે નાણાકીય વિભાગના પાસે મોકલ્યા હતા. આ સમિતિ સાંસદોના વેતન ઉપરાંત ફોન બિલ, ટ્રેવલિંગ, ડેલી અલાઉંસ મેડિકલ સુવિદ્યાઓ જેવા ખર્ચાને લઈને પણ ચર્ચા કરે છે. 
 
સંસદીય સમિતિની આ ભલામણો 
 
1. સાંસદોના વેતન 50 હજારથી એક લાખ રૂપિયા દરેક મહિને. 
2. ચૂંટણી ક્ષેત્રનો ભથ્થો 45 હજારથી 90 હજાર કરવો 
3. પેંશનમાં પણ 75 ટકાનો વધારો
4. એક ચોક્કસ સમય પછી વેતન રિવિઝન કરવામાં આવે. 
 
જો આ ભલામણો માની લેવામાં આવે તો સાંસદોનુ કમ્પનસેશન પેકેજ 1 લાખ 40 હજાર રૂપિયાથી વધીને બમણુ મતલબ 2 લાખ 80  હજાર રૂપિયા પ્રતિ મહિને થઈ જશે. આ પહેલા 2010માં સાંસદોના પગાર વધ્યા હતા