બુધવાર, 20 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (14:10 IST)

UP ઈલેક્શન - BJPએ ઉતારી 200 પ્રોફેશનલ્સની બ્રિલિયંટ માઈંડ્સ ટીમ... કોંગ્રેસના ઈલેક્શન સ્ટ્રૈટજિસ્ટ પ્રશાંત કિશોર સાથે મુકાબલો

યૂપીમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ સ્ટ્રેટેજી તૈયાર કરવી શરૂ કરી દીધી છે. જેના હેઠળ પાર્ટીએ 200 પ્રોફેશનલ્સની એક ટીમ બ્રિલિયંટ માઈંડસ બનાવી છે જે જીતનો ફોર્મૂલા શોધવામાં લાગી છે. આ ટીમને કોંગ્રેસ સ્ટ્રેટજિસ્ટ પ્રશાંત કિશોરની ટીમ સામે ટક્કર આપનારી માનવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી પછી પહેલીવાર બીજેપીએ પ્રોફેશનલ્સની આટલી મોટી ટીમ બનાવી છે. પરિણામ સારા મળશે તો 2019ના ચૂંટણીની જવાબદારી પણ આ ટીમને સોંપાશે...
 
- સૂત્રો મુજબ જો ટીમે પૉઝિટિવ રિઝલ્ટ આપ્યુ તો 2019 લોકસભા ચૂંટણી માટે પણ આ ટીમ બીજેપીના ચૂંટણી કૈમ્પેનની 
 
જવાબદારી સાચવી શકે છે. 
- આ પ્રોફેશનલ ટીમને એસોસિએશન ઑફ બ્રિલિયંટ માઈંડ્સ નામ આપવામાં આવ્યુ છે. 
- તેને કોગ્રેસ સ્ટ્રૈટજિસ્ટ પ્રશાંત કિશોરની ટીમનો કાટ માનવામાં આવી રહી છે. જે લોકસભા ચૂંટણીમાં બીજેપીની સાથે હતી. હાલ એ 
 
યૂપીમાં કોંગ્રેસના ચૂંટણી કૈમ્પેનની કમાન સાચવી રહ્યા  છે. 
 
શુ કરશે આ ટીમ ? 
 
- બીજેપીની આ ટીમમાં લગભગ 200 પ્રોફેશનલ છે. ટીમ સાથે જોડાયેલ એક મેંબરે જણાવ્યુ, "ટીમમાં કોઈને હેડ નથી બનાવવામાં 
 
આવ્યા." 
- બધા પાસે જુદા જુદા કામ છે. ટીમ પ્રદેશના શહેરી યુવા અને મિડલ ક્લાસ લોકો વચ્ચે જઈને તેની પ્રાયોરિટી સમજશે અને આ 
 
હિસાબથી બીજેપીને પોતાની ચૂંટણી સ્ટ્રેટેજી અન મેનિફિસ્ટો તૈયાર કરવામાં મદદ મળશે. 
 
ટીમમાં છે IIT અને IIM પાસઆઉટ સ્ટૂડેંટ્સ 
 
- પ્રોફેશનલ ટીમમાં બે ડઝનથી વધુ આઈઆઈટી અને આઈઆઈએમ પાસઆઉટ છે. છેલ્લા લગભગ 15 દિવસથી ટીમ પ્રદેશના 
 
જુદા જુદા ભાગમાં કામ કરી રહી છે. 
- ટીમનુ કામ સતત ફીડબૈક આપવા ઉપરાંત આઈડિયા આપવાનુ પણ છે.   
- સૂત્રો મુજબ અમિત શાહની થોડા દિવસો પહેલા લખનૌ વિઝિટમાં આ ટીમ સાથે લાંબી વાતચીત પણ થઈ હતી. 
- ટીમના એક મેંબરે કહ્યુ - તાજેતરમાં ચૂંટણી મેનેજમેંટનો રોલ વધ્યો છે. અમે કોઈ જરૂરિયાત પ્રુરી કરી રહ્યા છીએ. અમે આઈડિયોલોજીના લેવલ પર પણ ખુદને બીજેપીને નિકટ માનીએ છીએ. 
 
મોદીએ આપ્યુ હતુ ગ્રીન સિગ્નલ 
 
- એવુ કહેવાય રહ્યુ છે કે એબીએમના કૉંન્સેપ્ટ સાથે ગુજરાતના કેટલાક યુવકોએ બીજેપી સાથે જોડાવવાની ઈચ્છાને લઈને નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 
- તેમની તરફથી આપવામાં આવેલ પ્રેજેંટેશનને જોયા પછી મોદી પ્રભાવિત થયા અને ટીમને આગળ વાતચીત માટે અમિત શાહ પાસે મોકલ્યા. 
- એ સમયે શાહે આ ટીમનો ઉપયોગ યૂપીમા કરવાનો નિર્ણય કર્યો. 
 
બીજેપીના યૂપી ચીફનુ શુ કહેવુ છે ? 
 
- બીજેપી યૂપી ચીફ કેશવ પ્રસાદ મૌર્યાએ જણાવ્યુ, "કોંગ્રેસ અને પીકે ની ટીમ બીજેપીથી ટક્કર લેવા લાયક નથી. 
- અમે પ્રોફેશનલ્સ સાથે નથી. પણ પોતાના જમીન સાથે જોડાયેલ વર્કર્સ સાથે પ્રોફેશનલ રીતે ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. 
-  અમારુ લક્ષ્ય યૂપી અસેંબલી ઈલેક્શનને પૂર્ણ બહુમતથી જીતવાનુ છે અને આ ટૂંક સમયમાં જ જમીન પર ઉતરશે. 
-  તેમા કોઈ શક નથી કે બીજેપી 2019 ની ચૂંટણી પણ પૂર્ણ બહુમતથી મોદીજીની આગેવાનીમાં જીતશે. 
- અમારી ત્યા અપના જ વર્કર્સને પ્રોફેશનલ રીતથી કામ કરવુ બતાવી શકાય છે અને જનતાની વાતને સહેલાઈથી સમજીને તેમની પ્રોબલેમ્બસને હલ કરવા માટે તેમને યોગ્ય દિશા આપવામાં આવે છે. 
 
બીજેપી માટે કામ કરી ચુકયા છે પ્રશાંત કિશોર 
 
- મોદીના 2014 ચૂંટણી કૈમ્પેનને પ્રશાંત કિશોરની આવેવાનીવાળી સિટિજન ફૉર અકાઉંટેબલ (સીએજી)એ સાચવ્યુ હતુ. 
- પણ એ સફળ કૈમ્પેન પછી સીએજી અને મોદીનો કરાર તૂટી ગયો.  ત્યારબાદ પ્રશાંત જેડીયૂ અને બિહારના સીએમ નીતીશ કુમાર સાથે ચાલ્યા ગયા હવે કોંગ્રેસ સાથે છે. 
- સૂત્રોનુ માનીએ તો બીજેપી 2019 લોકસભા ચૂંટણી પહેલા પ્રોફેશનલ્સની એક મોટી ટીમ બનાવવા માંગે છે. જે પાર્ટીની કૈમ્પેન સ્ટ્રૈટજીમાં મદદ કરી શકે. 
- આ પહેલા પણ અસમ વિધાનસભા ચૂંટણીના પહેલા બીજેપીએ રજત સેઠીના નેતૃત્વમાં પ્રોફેશનલ્સની એક ટીમને ચૂંટણી પ્રચારની દિશા અને વિઝન ડૉલ્યુમેંટને લઈને તૈયાર કરવાની જવાબદારી આપી હતી. 
- ચૂંટણી પછી રજત સેઠીને ઝારખંડના સીએમ રઘુબર દાસની સલાહકાર બનાવી દેવામાં આવી.