મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 23 નવેમ્બર 2024 (22:07 IST)

IPL 2025: શુ RCB માં થશે આ ખેલાડીઓનુ કમબેક ? આ છે સૌથી મોટા દાવેદાર

Royal Challengers Bengaluru
IPL 2025 RCB: આરસીબી એટલે રોયલ ચૈલેંજર્સ બેંગલુરુ. આ ટીમ અત્યાર સુધી એકપણ વાર આઈપીએલનો ખિતાબ તો જીતી શકી નથી. પરંતુ ટીમની ફૈન ફોલોઈંગ અનેક મોટી ટીમોને માત આપે છે.  તેનુ સીધુ કારણ વિરાટ કોહલી છે. પહેલા વર્ષથી લઈને અત્યાર સુધી કોહલી આરસીબી માટે આઈપીલ રમી રહ્યા છે.  આ વખતે પણ રિટેન કરવામાં આવ્યા છે.  આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર ત્રણ જ ખેલાડીઓને રિટેન કર્યા છે. આનો અર્થ એ છે કે જો ટીમ હરાજીમાં જશે તો તેના કેટલાક વધુ ખેલાડીઓને આરટીએમ હેઠળ પાછા લાવવાની તક મળશે. એ કયા ખેલાડીઓ છે જેમને ટીમ પરત લાવવા માંગે છે? ચાલો તમને જણાવીએ.  
 
વિરાટ કોહલીને 21 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે રિટેન
બીસીસીઆઈએ આ વખતે બધી ટીમોને પોતાના 6 ખેલાડીઓ રિટેંકરવાની પરમિશન આપી દીધી હતી. જે ટીમોએ પોતાના આટલા ખેલાડી રિટેન કરી લીધા છે તેમની પાસે આરટીએમ નહી રહે. પણ જે પણ ટીમે આનાથી ઓછા ખેલાડી રિટેન કર્યા છે તેઓ ઓક્શનના દિવસે આરટીએમ એટલે કે રાઈટ ટૂ મેચ કાર્ડ નો ઉપયોગ કરી પોતાના જૂના કોઈપણ ખેલાડીને ટીમમાં પરત લાવી શકે છે.  વાત જો આરસીબીની કરીએ તો ટીમે વિરાટ કોહલીને પહેલ આ રિટેંશન આપતા 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ત્યારબાદ રજત પાટીદારે ટીમે 11 કરોડ સાથે જ રાખવાઓ નિર્ણય કર્યો છે.  યશ દયાલને પણ ટીમે રિટેન કર્યો છે. તેમની કિમંત 5 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.  
 
મોહમ્મદ સિરાજને પરત લાવી શકે છે ટીમ
હવે આરસીબીની પાસે આરટીએમ કરવા માટે ત્રણ મોકા મળશે. ટીમ સાથે ગયા વર્ષે અનેક એવા ખેલાડી હતા જેમને ટીમ ફરીથી પરત લાવવા માંગશે. પહેલુ નામ મોહમ્મદ સિરાજનુ જ આવે છે. મોહમ્મદ સિરાજને આ વખતે પણ નીલામી દરમિયાન સારી કિમંત મળવાની શક્યતા જોવા મળે છે. તે અત્યાર સુધી આરસીબી માટે 83 વિકેટ લઈ ચુક્યા છે, જે આરસીબી માટે સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજા નંબરનો બોલર છે. સાથે જ તેનુ ઈકોનોમી  પણ ઘણુ સારુ છે.  
 
વિલ જેક્સ પર પણ રહેશે આરસીબીની નજર 
મોહમ્મદ સિરાજની સાથે જ ટીમ વિલ જૈક્સને પણ પોતાની ટીમમાં કરવાની કોશિશ કરી શકે છે. જે અગાઉ પણ આરસીબી માટે રમી રહ્યા હતા. તેમણે આઈપીએલ 2024માં બીજીવાર સૌથી ફાસ્ટ સેંચુરી લગાવવાનુ કામ કર્યુ હતુ. સાથે જ તેમની સાથે સારી વાત એ પણ છે કે વિસ્ફોટક બેટિંગ સાથે તેઓ પાર્ટટાઈમ સ્પિનર પણ છે. જે તેમને ટીમમા કમબેક કરવાના મજબૂત દાવેદાર બનાવે છે. 
 
આકાશ દીપનુ આરસીબીમાં થઈ શકે છે કમબેક 
આરસીબીના ત્રીજા આરટીએમ માટે જનારા ખેલાડીની શક્યતા પર વાત કરવામં આવે તો તેમા આકાશ દીપનુ નામ આવે છે. જે હજુ ભારતની ટેસ્ટ ટીમનો ભાગ છે.  તે આ સમયે ભારતના સૌથી ઝડપી બોલર માનવામાં આવી રહ્યા છે. વાત જો તેમના ટી20 કરિયરની વાત કરવામાં આવે તો તે 7.71 નુ છે. સાથે જ તેઓ નીચેના ક્રમમાં આવીને થોડાક રન પણ બનાવી શકે છે. આરસીબીએ જો કોશિશ કરી તો તેઓ આ ત્રણ ખેલાડીઓને ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.