1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2024 (08:50 IST)

IPL નો 10 વર્ષ જૂનો રેકોર્ડ રિપીટ કરીને જ RCB બનશે ચેમ્પિયન, લીગના ઈતિહાસમાં માત્ર KKR એ જ કર્યું છે આ કારનામુ

Royal Challengers Bengaluru
IPL 2024 Royal Challengers Bengaluru: હવે IPL 2024માં પ્લેઓફ મેચો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લીગ સ્ટેજ પૂરો કરીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેને એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરવો પડશે અને ટ્રોફી જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા રાજસ્થાન રોયલ્સને હરાવવું પડશે. આ પછી, તેણે ક્વોલિફાયર-2 મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવું પડશે, ત્યારબાદ તે ફાઇનલ મેચ રમશે. તેના માટે ટ્રોફી સુધીની સફર ઘણી મુશ્કેલ બની રહી છે અને જો RCB ચેમ્પિયન બનવા માંગે છે તો IPLના 10 વર્ષ જૂના રેકોર્ડને કેમ પણ કરીને દોહરાવવા પડશે.
 
ત્રણ વખત ટાઈટલ જીતવાથી ચુકી ગઈ છે RCB  
IPLમાં આ ચોથી વખત બન્યું છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત 5 કે તેથી વધુ મેચ જીતી હોય. ખાસ વાત એ છે કે જ્યારે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સતત 5 કે તેથી વધુ મેચ જીતે છે ત્યારે તે ફાઇનલમાં પણ પહોંચે છે. તે છેલ્લા ત્રણ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. પરંતુ ત્રણેય વખતે તેને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે આરસીબીની નજર ટ્રોફીનું સપનું પુરૂ કરવા પર હશે.   
 
IPLમાં RCBની સતત સૌથી વધુ જીત
 
IPL 2011 - સતત 7 જીત (ઉપવિજેતા)
IPL 2009 - સતત 5 જીત (ઉપવિજેતા)
IPL 2024 - સતત 6 જીત -
IPL 2016 – સતત 5 જીત (ઉપવિજેતા)