પીએમ મોદીએ સાંસદોની લીધી ક્લાસ, બોલ્યા ફોન પર વાત ઓછી કામ વધુ કરો

Last Modified બુધવાર, 10 ઑગસ્ટ 2016 (11:53 IST)
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે થયેલ સંસદીય દળની બેઠકમાં પોતાના સાંસદોની ક્લાસ લીધી. પીએમના આ બેઠકમાં સાંસદોને ફોન પર ઓછી વાત કરવાનુ કહ્યુ. પીમે સાંસદોને કહ્યુ કે તમે બધા ખૂબ કામ કરો છો. પણ એકવાર તમે મોબાઈલ ફોન પર દિવસભર જેટલી વાત કરો છો તેટલો ડેટા કાઢીને જુઓ.
પછી દિવસભરમાં ફોન પર વાત કરવામાં 25 ટકાની કપાત કરી દો. ત્યારબાદ તમે તમારા કામને સમયથી પુર્ણ કરી શકશો.
જેનાથી તમારી ઉર્જા બચશે અને તમે વધુથી વધુ લોકોને મળી શકશો.

ત્યારબાદ પીએમ મોદીએ મીટિંગમાં પોતાના સાંસદોને કહ્યુ કે તમને સાંસદ બને અને સરકારને બને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સરકારે પોતાના બે વર્ષના કામની રિપોર્ટ જનતા સામે મુકી રાખી છે. પણ તમારામાંથી મોટાભાગના લોકો હજુ સુધી પોતાના ક્ષેત્રમાં કરવામાં આવેલ કામની સરકારની યોજનાથી તમારા ક્ષેત્રના લોકોને કેટલો લાભ મળ્યો છે, તેની રિપોર્ટ હજુ સુધી આપી નથી. આ ચિંતાનો વિષય છે.
તેથી જલ્દીથી જલ્દી તમારી રિપોર્ટ ઓનલાઈન જમા કરાવો.

પીએમએ અગાઉ પણ લીધી હતી ક્લાસ

આ વર્ષે બજેટ સત્ર દરમિયાન પણ પીએમ મોદીએ બીજેપી સંસદીય દળની બેઠકમાં કહ્યુ હતુ કે આ વાતનુ ધ્યાન સૌએ રાખવુ જોઈએ કે ફક્ત સરકાર નએ મારા સાંસદના રૂપમાં બે વર્ષ પુર્ણ નથી થઈ રહ્યા પણ તમારા પણ બે વર્ષ પુર્ણ થઈ રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે કાર્યક્રમો દ્વારા આપણે લોકોની વચ્ચે જઈને સરકારની યોજનાઓ અને સરકારની સફળતાઓ વિશે જઈને બતાવીએ. સાથે જ આપણા બે વર્ષના કામની રિપોર્ટ તૈયાર કરો અને પાર્ટી ફોરમમા જમા કરાવો. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીએ બીજીવાર સાંસદોની ક્લાસ લીધી છે.


આ પણ વાંચો :