1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 10 મે 2016 (11:24 IST)

ઉત્તરાખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ, 9 બળવાખોર ધારાસભ્યો ભાગ નહી લઈ શકે

ઉત્તરાખંડ હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટે પણ કોંગ્રેસને નવ બરખાસ્ત બળવાખોર ધારાસભ્યોની આશા પર પાણી ફેરવી દીધુ છે. રાજ્ય વિધાનસભામાં આજે થનાર શક્તિ પરીક્ષણમાં કોંગ્રેસના નવ બરખાસ્ત બળવાખોર ધારાસભ્યો વોટ નહી આપી શકે.  સુપ્રીમ કોર્ટે બળવાખોરના મામલે સુનાવણી પછી આ નિર્ણય આપ્યો. આ ધારાસભ્યોએ નૈનીતાલ હાઈકોર્ટની એકલ પીઠમાં અરજી રદ્દ થયા પછી સુપ્રીમ કોર્ટમાં હાકલ કરી હતી.
 
9 બળવાખોર બહાર 
 
 સુપ્રીમ કોર્ટે 9 બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોનાં મતદાન પર અંતિમ નિર્ણય લેતાં મંગળવારે વિધાનસભામાં યોજાનારાં શક્તિપરીક્ષણમાં કોંગ્રેસનું પલ્લું ભારે બની ગયું હતું. સોમવારે બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોને ગેરલાયક ઠરાવતા વિધાનસભા સ્પીકરના આદેશને પડકારતી અરજી ઉત્તરાખંડ હાઈકોર્ટે ફગાવી દેતાં ભાજપની રણનીતિને મોટો ફટકો પડયો હતો. હાઈકોર્ટના આદેશને પગલે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટને શરણે પહોંચી ગયા હતા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સ્વીકારી પરંતુ મંગળવારે યોજાનારી વિશ્વાસમતની પ્રક્રિયામાં ભાગ લેવા દેવાની માગણી ફગાવી દીધી હતી. સુપ્રીમે બળવાખોરોની અરજીની વધુ સુનાવણી 12મી જુલાઈ પર મોકૂફ રાખી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ગેરલાયક ઠરેલા ધારાસભ્યો મતદાનપ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. ઉત્તરાખંડ વિધાનસભામાં કુલ 71 બેઠકો છે પરંતુ 9 કોંગ્રેસી ધારાસભ્યો ગેરલાયક ઠરતાં હવે તેમને બહુમતી સાબિત કરવા માટે ફક્ત 31 ધારાસભ્યોનાં સમર્થનની જરૂર છે.