આપણે સારા તો....

નઇ દુનિયા|
હું સાંભળ્યુ હતુ દાદી કહેતી હતી,

આપણે સારા તો દુનિયા સારી

પણ દાદીની વાતોને મેં ક્યાંય અનુભવી નહી

મેં તો જોયુ કે મોટા લોકોની દુનિયા મોટી થઈ ગઈ

તેઓ ખભા ઉચકતા, વટથી જીવી રહ્યા છે

સારો માણસ સાચુ બોલીને પણ ગુન્હેગાર જેમ નમી પડે છે

હવામાં વાતો કરે,હરિશચંદ્ર બનીને ફરે.દાનવીર કર્ણનો વારસ લાગે છે

સારો માણસ મન મારે છે

પોતાની સ્થિતિ પર ખુદને દોષ આપે છે

દાર્શનિક ટિપ્પણી કરે છે, શુ સારા બનીને દુનિયા ચાલે છે ?

સીધી આંગળીથી પણ કાંઈ ઘી નીકળે છે ?

મોટા ભાગના કામ આંગળી વાંકી કરીને થયા છે

સારો માણસ બસ હાથ જોડે છે

વારેઘડીએ ખરાબ પરિસ્થિનો સામનો કરે છે

આલોચકો આલોચના કરે છે, સમીક્ષક સમીક્ષા

લાગે છે ગાંડો થયો છે, સારુ બનીને શુ કરશે ?

કોઈ સાથે નહી હોય, એકલો શુ ખાખ જીવશે ?

સારો માણસ ગૂંગો-બહેરો બની ગયો છે

કશુ નથી સાંભળતો, તે આજે પણ સાચુ બોલે છે

નમે છે, હાથ જોડે છે, હવાને દિશા બદલે છે

હું દાદીની વાતો વારંવાર કહુ છુ

આપણે સારો તો જગ સારુ

'હા' હુ સ્વીકૃતિથી માથુ હલાવુ છુ.


આ પણ વાંચો :