રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (15:06 IST)

ગુલબર્ગ હત્યાકાંડમાં 9 દોષિતોને 10 દિવસ પેરોલ પર મુક્ત કરવા હાઈકોર્ટનો આદેશ

ગુલબર્ગ હત્યાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે 9 દોષિતોને 10 દિવસના પેરોલ પર મુક્ત કરવા આદેશ કર્યો છે. વર્ષ 2002 ગોધરા કોમી રમખાણ બાદ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં રમખાણ થયા હતા, જેમાં અમદાવાદના કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 11 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા, ત્યારે કેસની અપીલ માટે વકીલ રોકવા અને નાણાકીય વ્યવસ્થા કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટે કેસના 9 દોષિતોને 10 દિવસના પેરોલ પર મુક્ત કરવા આદેશ કર્યો છે.