1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (14:19 IST)

જવાહર નવોદય વિદ્યાલયનું ડિંડવાણું-દિવસે સ્કૂલ, રાત્રે હોસ્ટેલ

ગુજરાતમાં નિરંતર શિક્ષણના દાવાઓ હમણાં જ માધ્યમોના અહેવાલે ખોલ્યા અને રાજ્ય સરકાર માનવ અધિકાર પંચે નોટીસ ફટકારી છે. કેદ્ર સરકારના જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષણ મેળવવું પણ આદિવાસી બાળકો માટે કેટલું મુશ્કેલ છે.

સરકારો વિદ્યાર્થીઓને કેવા પાઠ ભણાવે છે તેનો ઉત્તમ નમુનો નર્મદા જિલ્લાની કેવડીયા કોલોની ખાતે ચાલી રહેલી આ શાળા છે. 2011માં હંગામી ધોરણે આ જર્જરીત મકાનમાં જવાહર નવોદય વિદ્યાલયની શરુઆત થઈ. ત્રણ વર્ષ થઈ ગયા ન તો નવું મકાન કેદ્ર સરકારના આ વિભાગને મળ્યું કે ન તો બાંધી શકાયું. શિક્ષકોની મુશ્કેલી એ છે કે વિદ્યાર્થીઓ બેસાડવા ક્યાં. ઓગસ્ટ મહિનો પુર્ણ થયો પણ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓનો કલાસ જ મકાનના અભાવે શરુ થઈ શકયો નથી. ચોમાસામાં પાણી ટપકવું, ગંદકી, જીવજંતુનો ડર, તુટી ગયેલી છત. આમ તમામ મોરચે શિક્ષણ હારી જાય તેવી સ્થિતિ છે. બાળકો માટે દિવસે આ શાળા છે, રાત્રે હોસ્ટેલ. શિક્ષકને પણ  બાળકો સાથે રહેવું સુંવું પડે છે.

મોટે ઉપાડે કેદ્ર સરકારે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કર્યો પણ આ આદિવાસી બાળકો ફાઈટ ટુ એજ્યુકેશન કરી રહ્યાં છે. ભણતરને પણ સારા અને સ્વચ્છ વાતાવરણમાં કદાચ વધારે ખીલવું ગમે છે, સરકાર જાણી જાય તો આ બાળકોને શાળાનું સારું મકાન મળી જાય.