ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 13 ઑગસ્ટ 2016 (13:54 IST)

મડિયા રાજાનો સાહિત્યલોક કાર્યક્રમ યોજાયો - મડિયા માનતા કે હું ગુજરાતનો ચેખોવ છું.

જાણીતા ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ મડિયાની 95મી જન્મતિથિ નિમિત્તે 12 ઓગસ્ટે અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય પરિષદમાં ઓમ કોમ્યુનિકેશનના સહયોગથી ' મડિયા રાજાનો સાહિત્ય લોક' નામે કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સાહિત્યકાર કિરીટ દૂધાતે મડિયાની વાર્તા કલા વિશે, નાટ્યકલાના નિષ્ણાત શૈલેષ ટેવાણીએ મડિયાના નાટ્યલેખન વિશે, ગુજરાતી ભાષાના પ્રોફેસર અજયસિંહ ચૌહાણે મડિયાની એક ટુંકી વાર્તા સીન નદીને કાંઠે વિશે તથા ચુનીલાલ મડિયાના પુત્ર અમિતાભ મડિયાએ ચુનીલાલ મડિયાની રાજનીતિની પૃષ્ઠભૂમિકામાં લખેલી બે નવલકથાઓ સધરા જેસંગનો સાળો તથા સધરાના સાળાનો સાળો વિશે વક્તવ્ય આપ્યાં હતાં. ઓમ કોમ્પ્યુનિકેશનના મનિષ પાઠકે સૌનું સ્વાગત કર્યું હતું. 

મડિયા ઘટનાના બેતાજ બાદશાહ હતાં તેમ કહેતાં વાર્તાકાર કિરીટ દૂધાતે કહ્યું કે, તેમને ગ્રામજીવનના જુદાજુદા પાસાનો અનુભવ હતો. પરિણામે તેઓ સમાજના અઢારેય વર્ણને તેમણે લેખલી વાર્તામાં લાવી શક્યાં છે. તેમની બે વાર્તાઓ કમાઉ દિકરો અને વાની મારી કોયલ અત્યંત લોકપ્રિય થઈ હતી. આજે આ વાર્તાઓ લખાયાને 70થી વધુ વર્ષ વીતી ગયાં છતાં પણ આ વાર્તાઓ વાંચતા દરેકને આજે પણ આ વાર્તાઓ વાંચતાં દરેકને એક સરખો આનંદ આવે છે.\
અમિતાભ મડિયાએ જણાવ્યું હતું કે, મેં 17 વર્ષની ઉંમરે ચુનીલાલ મડિયાનું બધુ સાહિત્ય વાંચ્યું એમાંથી મને તેમની બે નવલકથાઓ સધરા જેસંગનો સાળો તથા સધરાના સાળાનો સાળો ખૂબ ગમી છે. અત્યારના જાહેર જીવનમાં જે કૌભાંડો, ગોટાળા અને ભ્રષ્ટાચાર વ્યાપક છે તેમનું આ નવલકથામાં અતિશયોક્તિ સાથે રમુજી નિરૂપણ કર્યું છે.