શનિવાર, 8 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified શુક્રવાર, 19 જૂન 2015 (17:45 IST)

નર્મદા નદીમાં 500 હોડીઓમાં યોગનો અનોખો કાર્યક્રમ

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, વિશ્વ યોગ દિનની ઉજવણીને અનોખી બનાવવા માટે એક કાર્યક્રમ નર્મદા નદીમાં યોજાનાર છે. 21મીએ સવારે ભરૂચ નજીક ગોલ્ડ બ્રિજની નીચે 500 સુશોભિત હોડીઓમાં પ્રત્યેક હોડીમાં ચારથી પાંચ લોકો બેસીને વિવિધ યોગ મુદ્રાઓ કરશે. વેટ કમિશનર પી.ડી. વાઘેલાએ એક પ્રશ્નના ઉત્તરમાં વધુ વિગતો આપતાં કહ્યું કે, આ હોડીઓમાં તમામ સલામતીના સાધનો ઉપરાંત હોડીઓની આસપાસ પણ અમે કોઇપણ અસાધારણ પરિસ્થિતિને પહોંચી વળાય એવી આગોતરી વ્યવસ્થા કરવાના છીએ. પ્રત્યેક હોડીમાં પણ સાધનો રાખવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ સલામતી વચ્ચે યોજવામાં આવશે.