વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ

સૂરત.| વાર્તા|

સૂરત. ગુજરાતના વ્યારા જિલ્લામાં આજે એક ટ્રક પલ્ટી ખાઇ જતા તેમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં અને અન્ય 35 લોકો ઘાયલ થયાં હતા. આ ટ્રક અમદાવાદથી જાન લઇને આવી રહી હતી. ઘાયલ જાનૈયાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના આજે સવારે 9 કલાકે વ્યારા જિલ્લાના રામપુરા ગાઁમના પાસે સ્પીડમાં આવતા ટ્રકે સામેથી આવતી બસથી બચવા જતા પોતાનો કંટ્રોલ ખોઇ બેસતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રકમાં સવાર 7 લોકો મોતને ભેટયાં અને 35 જેટલા લોકો ઘાયલ થયા છે.. ઘાયલોને તાત્કાલીક વ્યારાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રકમાં લગ્ન કરવા જઇ રહેલા જાનૈયાઓ ભર્યા હતાં.
આ ટ્રકમાં અમદાવાદથી જાન લઇને આવતા જાનૈયા હતાં. લગ્નનો ઉત્સાહ છેલ્લે માતમમાં ફેરવાઇ ગયો.


આ પણ વાંચો :