30મી એપ્રિલે પ્રાઇવેટ કંપનીઓએ રજા આપવી પડશે.

30મી એપ્રિલે પ્રાઇવેટ કંપનીઓએ રજા આપવી પડશે.

gujarat election
Last Updated: મંગળવાર, 29 એપ્રિલ 2014 (12:36 IST)

30મી એપ્રિલે પ્રાઇવેટ કંપનીઓએ રજા આપવી પડશે.

30મી એપ્રિલે સાતમા તબ્બકાનુ મતદાન થઈ રહ્યુ છે જેમાં લોકસભાની 26 બેઠકો માટે અને વિધાનસભાની 7 બેઠકો માટે પેટાચુંટણી યોજાઈ રહી છે. રાજ્ય સરકારે 30મી એપ્રિલને લઈને પબ્લિક હોલીડે જાહેર કરીને અગત્યની માર્ગદર્શિકા બહાર પાડી છે.

ગુજરાતમાં 30મી એપ્રિલન રોજ પ્રાઈવેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને પેઈડ હોલીડે આપશે જો મતદાનના દિવસે રજા નહી આપવામાં આવે તો સરકાર
દ્વારા જે તે કંપની વિરુદ્ધ સખત પગલા લેવા આવશે.

મોબાઈલ ફોન સંદર્ભે માર્ગદર્શિકા

મતદાનના દિવસે મોબાઈલ ફોનના કારણે અવ્યવસ્થા સર્જાય નહી તે માટે મોબાઈલ ફોન માટે ખાસ માર્ગદશિકા બહાર પાડી છે. મતદાનના સમયમાં સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કેન્દ્રની અંદર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ છે.
જો મોબાઈલ મતદાન કેન્દ્ર પર જે તે મતદાતા દ્વાર લઈ જવામાં આવશે તો ફોન તમારે સિક્યોરિટી પાસે જમા કરાવો પડશે.
એક પુરુષ બાદ બે મહિલાઓને મતદાન

ગરમીના કારણે બાળકોઅને લઈને આવનારી મહિલાઓઅને તકલીફ ન પડે તે હેતુથી એક પુરુષના મતદાન બાદ બે મહિલાઓને મતદાન કરવા દેવામાં આવશે હજેથી મહિલાઓ ઝડપથી મતદાન કરી શકે .
સાંજ છ વાગ્યા પછી પણ મતદાન ચાલશે.

જે મતદાતાઓ સાંજના 6 વાગ્યા પછી લાઇન્માં જોડાયા હશે તેમને સમય વિતી ગયા બાદ પણ મતદાન કરવા દેવામાં આવશે ઉપરાંત મતદાન કેન્દ્રો પર અંધજનો અને હેન્ડિકેપ વ્યક્તિઓ માટે સવિશેષ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.આ પણ વાંચો :