ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 26 ઑક્ટોબર 2016 (14:40 IST)

કાગળ પર રહેલી મેગાસિટી અમદાવાદની પોલીસ સોશિયલ મીડિયામાં સુસ્ત

આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે. લોકો સોશ્યિલ મીડિયામાં સતત એકિટવ રહેતા હોય છે. જેથી લોકો સુધી હવે માહિતી પહોંચાડવાનું સરળ માધ્યમ ફેસબુક, વોટસએપ બની ગયું છે. પોલીસ દ્વારા લોકો સુધી સરળતાથી પહોંચવા અને લોકો પોતાની રજૂઆત આસાનીથી પોલીસ સુધી કરી શકે માટે સોશિયલ મીડીયા ફેસબુક પર પોતાના પેજ બનાવ્યાં છે. જેમાં ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ, સુરત રેન્જ સૌથી એકિટવ છે. અમદાવાદ શહેર પોલીસનાં ફેસબુક પેજમાં કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ કે માહિતી શેર નથી કરાતી જે લોકોને ઉપયોગી બને. ફેસબુકમાં જામનગર પોલીસ, રાજકોટ પોલીસ, ભરૂચ પોલીસ, અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા સેતુ સુરેન્દ્રનગર, ગાંધીનગર પોલીસ, તેમજ સુરક્ષા સેતુ વગેરેના ફેસબુક પેજ બનાવાયેલાં છે. દરેક જિલ્લા અને શહેરની પોલીસ દ્વારા ફેસબુકમાં બનાવાયેલાં પેજના લોકોને ઉપયોગી માહિતી મૂકવામાં આવે છે. ઉપરાંત પોલીસે કરેલી સારી કામગીરીની માહિતી અપલોડ કરાય છે. પરંતુ અમદાવાદ શહેર પોલીસના ફેસબુક પેજમાં ખાસ કોઇ પ્રકારની માહિતી અપડેટ કે અપલોડ કરાતી નથી. જેથી લોકો પણ હવે તેને બિન લાઇક કરી રહ્યા છે. અન્ય ફેસબુક પેજ કરતાં અપડેટ અને લોકોને ઉપયોગી થાય તેવી માહિતી અપ લોડ કરવામાં ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ, સુરત રેન્જ સૌથી આગળ છે. પેજમાં દરરોજ બે જેટલી પોસ્ટ કરવામાં આવે છે. ઉપરાંત જામનગર પોલીસ પણ સતત એકિટવ રહી માહિતી અપલોડ કરે છે. બાકીનાં પોલીસનાં ફેસબુક પેજમાં દર ચાર કે પાંચ દિવસે કોઇ પોસ્ટ જોવા મળે છે.