શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2016 (14:53 IST)

પાકિસ્તાનની મરીન એજન્સીએ ૬૦ ખલાસીનાં અપહરણ

આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીક પોરબંદર અને સૌરાષ્ટ્રની કેટલીક ફીશીંગ બોટો સમુહમાં માછીમારી કરી રહી હતી. ત્યારે અચાનક ત્રાટકેલી પાક. મરીન સીક્યુરીટીએ એકીસાથે ૧૦ બોટ અને ૬૦ ખલાસીના અપહરણ કરી લીધાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે અને એ  બોટો રવિવાર સાંજ સુધીમાં પાકિસ્તાન પહોંચશે પછી વધુ વિગત જાણવા મળશે. પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ ભરતભાઇ મોદીના જણાવ્યા મુજબ ગુ્રપમાં માછીમારી કરી રહેલી ફીશીંગ બોટો પાસે અચાનક પાક મરીનની સ્ટીમર ત્રાટકી હતી. અને માછીમારોને શરણે આવી જવા જણાવાયું હતું. કુલ ૧૦ બોટોનના અપહરણ થયાનું પ્રાથમિક તબક્કે માછીમાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. જેમાં ૯ ફીશીંગ બોટો પોરબંદરની અને એક બોટ માંગરોળની હોવાનું માનવામાં આવે છે.  એટલું જ નહીં પરંતુ માછીમારીની સીઝન શરૃ થયા પછી બોટ અપહરણનો સીલસીલો યથાવત રહ્યો છે ત્યારે પાક સાથેના વર્તમાન સંજોગો જોતા બોટ અપહરણના વધતા જતાં બનાવા સામે પણ ખલાસીઓમાં ભય દેખાય રહ્યો છે. પાક  મરીન સીક્યુરીટીનો સમુદ્ધમાં વધતો જતો આતંક દુર કરવા માટે પણ માંગ ઉઠવા પામી છે.