રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 ડિસેમ્બર 2016 (11:09 IST)

રાજકોટના બીઆરટીએસ રૂટ ઉપર મધરાતે એકસાથે બે અકસ્માત : મોટી જાનહાની ટળી

શહેરના બીઆરટીએસ રૂટ ૬ઉપર ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ નજીક મધરાતે અંદાજિત ૨:૩૦ કલાકે અન્ય વાહનો માટે  પ્રતિબંધિત બીઆરટીએસ રૂટ ઉપર  પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર અને મહાનગર પાલિકાનો ટ્રક ધડાકાભેર અથડાયો હતો જેમાં સ્કોર્પિયો કારનો બુકડો બોલી ગયો હતો.


















 
સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતનાં અડધો કલાક બાદ જ પુરપાટ ઝડપે બીઆરટીએસ રૂટ ઉપર સ્ટર્લિગ હોસ્પીટલ નજીક મધરાતે સુમસાન રસ્તો ભાળી બેફામ કાર ચલાવતા ચાલકે કાબુ ગુમાવતા આ વૈભવી કાર ડીવાઈડર તોડી નિકળી હતી. આ અકસ્માતથી ઓડી કારનું આગળનું વ્હીલ પણ નિકળી ગયું હતું.
આ બંને અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.