રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2016 (17:06 IST)

ફિલ્મ પ્રમોશન અને શુટીંગ માટે પહેલી વાપી શહેરની પસંદગી

વર્ષો અગાઉ રામાયણ અને મહાભારત જેવી ધાર્મિક સિરિયલોનું શુટીંગ વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત વૃદાંવન સ્ટુડિયોમાં થયા બાદ વલસાડ જિલ્લો ફિલ્મ અને ટીવી સિરીયલ માટે જાણીતો થયો છે. જો કે કેટલાક નિર્માતા અને નિર્દેશકો હજુ પણ એવું માની રહ્યા છે કે જયાં સુધી ઉમરગામના સ્ટુડિયોમાં શુટીંગ ન થાય ત્યાં સુધી ફિલ્મ કે સિરિયલને સફળતા મળતી નથી. જો કે હવે આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. વૃદાંવન સ્ટુડિયોની બહાર જિલ્લામાં ફિલ્મ અને સિરિયલોનું શુટીંગ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. વાપીમાં ઔદ્યોગિક વિકાસના પગલે દેશના દરેક સ્ટેટમાંથી લોકોએ અહીં આવીને વસવાટ કર્યો છે. જેને લઇને વાપી શહેર મલ્ટી સ્ટેટ સિટી તરીકે જાણીતુ બન્યુ છે. એક મરાઠી સિરિયલ માટે વલસાડ અને ઉમરગામ રેલવે સ્ટેશને શુટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા ચાર દિવસથી ચણોદ ખાતે આરતી ઇન્સ્ટ્રીઝ દ્વારા તૈયાર કરાયેલા અઘત્તન ગાર્ડનમાં ફિલ્મ શુટીંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ શુટીંગને જોવા માટે લોકો પણ ઉમટી રહ્યા છે. ફિલ્મ કલાકારો અદ્યતન વિડિયો કેમેરાથી ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તો બીજીતરફ વાપી શહેરમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મ કલાકારો પણ આવી રહ્યા છે. જેના કારણે આર્થિક વિકાસ નગરી તરીકે જાણીતાં વાપી શહેર ફિલ્મ પ્રમોશન અને ફિલ્મ શુટીંગનું સ્થળ બની રહ્યું છે. વાપીમાં ઔદ્યોગિક વિકાસના પગલે દેશના દરેક સ્ટેટમાંથી લોકોએ અહીં આવીને વસવાટ કર્યો છે.  વાપીમાંથી અનેક કલાકારોએ ટીવી સિરીયલ તથા ફિલ્મમાં પદાર્પણ કર્યા બાદ હવે ફિલ્મ શુટીંગ માટે પણ વાપી અગત્યનું શહેર બની રહ્યું છે.  બે દિવસ અગાઉ વાપી નજીકના ઉમરગામ રેલવે સ્ટેશને મરાઠી સિરીયલનું શુટીંગ કરવામાં આવ્યું હતું.