બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 3 ડિસેમ્બર 2016 (11:40 IST)

પોરબંદરમાં HDFC બેન્કના ત્રણ કર્મચારીની હકાલપટ્ટી કરાઈ, અમદાવાદની HDFC બેંકોમાં તપાસની જરૂર

નેશનલાઈઝ્ડ બેન્કોમાં પણ નાણાંની તીવ્ર તંગીને કારણે પ્રજા પરેશાન છે, તો પ્રાઈવેટ બેંકોમાં પણ નાણાને લઈને ઉહાપોહ જોવા મળી રહ્યો છે. HDFC બેંક દ્વારા અનેક વાર લોકોને હાંલાકીને સામનો કરવો પડ્યો છે. અમદાવાદની મોટાભાગની HDFC બેંકમાં નાણાં નહીં હોવાનું તેના અધિકારીઓએ જણાવ્યું હતું. અમદાવાદના બોડકદેવ વિસ્તરમાં આવેલી પ્લેટિનમ પ્લાઝાની HDFC બેંકની બ્રાન્ચમાં તો લોકોએ સરેઆમ બેંક પર આરોપ લગાવ્યો હતો કે બેંક પોતાના મોટા ખાતે દારરોને સાચવવામાં નાના ગ્રાહકોને તરછોડી રહી છે. આવું એક વાર નહીં પણ અનેક વાર જોવા મળ્યું છે. બેંકના એક કર્મચારીએ સ્પષ્ટ કહ્યું હતું કે અમને કેશ મળતી નથી અને દિવસની 100 જેટલી ડિપોઝિટમાં માત્ર એક્સચેન્જ થાય છે. ક્યાંયથી પૈસા જમા થાય તો અમે લોકોને આપીએ, અહીં સવાલ એવો થાય છે કે HDFCને મળનારી કેશ આખરે જાય છે ક્યાં એ સમજાતું નથી, ત્યારે ગઈ કાલે પોરબંદરની એચડીએફસી બેન્કમાં 3 કર્મચારીઓએ કેટલાક લોકોને નિયત કરેલી રકમને બદલે વધુ રકમ બદલી આપ્યાનું બહાર આવ્યું છે. જોકે, એચડીએફસી બેન્કના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. નોટબંધી બાદ કાળા નાણા ધોળા કરવા માટે કેટલાક લોકોએ અવનવા કિમીયાઓ અપનાવ્યા હતા. તેવા જ સમયે કાળા નાણા ધોળા કરવામાં એક બેન્કની પણ સંડોવણી ખૂલી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચર્ચા જાગી છે. સુદામાચોક નજીક આવેલી એચ.ડી.એફ.સી. બેન્કના 3 કર્મચારીઓએ નિયત કરેલી રકમને બદલે વધુ રકમ આધાર પુરાવા વિના બદલી આપી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે HDFCના ઉચ્ચ અધિકારીઓએ પોરબંદર એચ.ડી.એફ.સી. બેન્કના ટેલર ઓથોરાઈઝર ચેતન ખાણધર સહિતના 3 કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય બે કર્મીઓનાં નામ હજુ બહાર આવ્યા નથી અને કેટલી રકમની નોટોની અદલાબદલી કરી આપવામાં આવી છે તેની પણ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી, ત્યારે આ આંકડો મોટો હોવાનું મનાય છે. સરકાર દ્વારા નોટબંધી અમલી બનાવવામાં આવ્યા પછી જૂની નોટો બદલીને નવી નોટો આપવાના કૌભાંડમાં સંડોવાયેલા બેંક અધિકારીઓ અને કર્મચારીઓ પર ત્રાટકીને પોરબંદરની એચડીએફસી બેંકના 3 કર્મચારીની હકાલપટ્ટી કરાઇ છે  અને  જાહેર ક્ષેત્રની બેંકોના 27 વરિષ્ઠ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ભ્રષ્ટ પ્રવૃત્તિઓ ડામવા માટે અન્ય છ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે.