શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (12:25 IST)

કૃષ્ણ જન્મની રાજ્યભરમાં ઠેર-ઠેર ઉજવણી

આજે  સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દ્વારકા, ડાકોર, ઇસ્કોનમાં અને કલ્યાણ પુષ્ટિ હવેલીમાં પણ જન્માષ્ટમીની ધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે. અને વહેલી  સવારથી અનેક મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. અને ભકતો કૃષ્ણમય બન્યા હતા. આ તરફ દ્વારિકાનગરી કૃષ્ણમય બની હતી. વ્હાલાના જન્મને વધાવવા ભકતોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. બીજી તરફ જય રણછોડ, માખણચોર, ડાકોરમાં કૃષ્ણના જન્મને લઇને ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના ઇસ્કોન મંદરિમાં કૃષ્ણના વધામણાને લઇને જોરદાર તૈયારી કરવામાં આવી હતી. ત્યાં પણ ભકતોનો ધસારો વહેલી સવારથી જોવા મળ્યો હતો. તો કલ્યાણ પૃષ્ટિ હવેલીમાં પણ ભગવાનના અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં  કૃષ્ણજન્મ ને લઇ ભકતોમાં ભારે ઉત્શાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે મંદિર ખુલ્ય બાદ હજારો ભ કતોએ રણછોડજીના મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો. જે બાદ રણછોડજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું.  

સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ સૌથી વધુ લોકપ્રિય ગણાતા એવા પોરબંદરના જન્માષ્ટમી લોકમેળાને કેબિનેટ પ્રધાન બાબુ બોખીરીયાએ ખુલ્લો મુક્યો હતો. પોરબંદર નગરપાલિકા અને જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. છેલ્લા બે વર્ષેથી પાલિકા દ્વારા છ દિવસીય લોકમેળાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે જ મેળાને માણવા મોટી સંખ્યામાં માનવ મ્હેરામણ ઉમટ્યુ હતુ.

 જન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ આજે ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો. સામાન્ય રીતે દરરોજ ઇસ્કોન મંદિર બપોરે બંધ રાખવામાં આવતું હોય છે. પરંતુ આજે જન્માષ્ટમીનો પર્વ હોવાથી મંદિરને ભક્તો માટે આખો દિવસ ચાલુ રાખવામાં આવ્યું હતું. અહીં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષે ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી ખુબ જ અલગ પ્રકારે ઉજવવામાં આવે છે. આ દિવસે સવારથી જ જન્માષ્ટમીની અલગ પ્રકારની તૈયારીઓ જોવા મળતી હોય છે. તો બીજી તરફ ઇસ્કોન મંદિરમાં પણ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. ઇસ્કોન મંદિર ભારત સહિત વિદેશમાં પણ ખુબ જ પ્રચલિત છે. ઇસ્કોન મંદિરમાં દર વર્ષે કાનુડાને ખુબ જ આકર્ષક શ્રૃંગારથી સજાવવામાં આવે છે. તેથી ભક્તોમાં આ શ્રૃંગાર ખુબ જ પ્રચલિત છે. તેના આકર્ષણથી ઇસ્કોન મંદિરમાં દર વર્ષે લાખોના ટોળામાં લોકો ઉમટી પડે છે. કૃષ્ણ ભગવાનને મંદિરમાં વિવિધ પ્રકારના ભોગ ચડાવવામાં આવ્યા હતા. આ ભોગરૂપે ભગવાનને કાજુકતરીથી લઈને ગાંઠીયા સુધીની વાનગીઓ ચડાવવામાં આવી હતી. જેનો લહાવો લેવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.