મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (20:46 IST)

ઇવીએમ મશીન ખોટવાયા....

રાજય સહિત અમદાવાદ શહેરમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી અંતર્ગત શહેરના જમાલપુરમાં ઇવીએમ મશીનો ઉંધા ગોઠવાયા હોવાની તેમજ રાણીપમાં ઈવીએમ મશીનો બગડ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.

આ ઉપરાંત મહેસાણા, બોરસદના સેરડી, અને ભાવનગરમાં પણ મશીનો ખોટકાયા હતા. તો બીજી બાજુ અમદાવાદ શહેરના એલિસબ્રિજ, વાસણા, પાલડીમાં ઓળખપત્ર હોવાછતાં મતદારના નામ યાદીમાં ન હોવાથી લોકો મતદાનથી વંચિત રહી ગયા હતા.