શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (16:39 IST)

Gujarati Recipe- હિમાચલી આલૂ પલદા

આલૂ(બટાટા) પલદા હિમાચલમાં એક સ્પેશલ ડિશ છે. તમે પણ જાણો તેની સરળ રેસીપી 
 
જરૂરી સામગ્રી
3 બટાટા(લાંબા ટુકડામાં કાપેલા) 
1 ડુંગળી (સમારેલી) 
1 મોટી ઈલાયચી 
1 ટુકડા તજ 
5-6 લવિંગ
1 નાની ચમચી આખું જીરા
1 નાની ચમ્ચી ધાણા પાવડર 
અડધી નાની ચમચી હળદર 
1 નાની ચમચી ગરમ મસાલા 
1 નાની ચમચી હીંગ 
2 મોટી ચમચી ચોખા અને 3 નાની ઈલાયચીનો પેસ્ટ 
6 કપ દહીં
2 મોટી ચમચી ઘી 
મીઠું સ્વાદપ્રમાણે 
પાણી જરૂર મુજબ 
વિધિ- 
 
ધીમા તાપમાં એક પેનમાં ઘી ગર્મ કરવા માટે મૂકો. 
- ઘીને ગર્મ થતા જ મોટી ઈલાયચી, તજ, લવિંગ, હીંગ અને જીરું નાખી શકી લો. 
- જેમજ મસાલા શેકાઈ જાય, ડુંગળી નાખો અને હલાવતા ફ્રાય કરો. 
- હવે તેમાં ધાણા પાવડર, હળદર અને ગરમ મસાલા અને મીઠું મિક્સ કરો. 
- જ્યારે મસાલા પૂરી રીતે તૈયાર થઈ જાય ત્યારે બટાટાના ટુકડાને પેનમાં નાખી અને  ઢાંકીને 10 મિનિટ સુધી રાંધવું. 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો આલૂ(બટાટા) પલદા તૈયાર છે. 
- ચોખા કે રોટલી કે પરાઠા સાથે સર્વ કરવું.