ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત
સામગ્રી
ઘટ્ટ દહીં – 1 કિલો
પીસેલી ખાંડ – 1/2 થી 3/4 કપ (સ્વાદ મુજબ)
કેસર – 8-10 તાંતણા
ગરમ દૂધ – 1-2 ચમચી
એલચી પાઉડર – 1/2 ચમચી
બદામ અને પિસ્તાની કતરણ – 2-3 ચમચી
બનાવવાની રીત
દહીંને મલમલના કપડામાં બાંધીને 4-5 કલાક અથવા રાતભર લટકાવી રાખો, જેથી તેનું બધું પાણી નીકળી જાય.
ALSO READ: ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી
કેસરને ગરમ દૂધમાં 10 મિનિટ પલાળી રાખો.
હવે મસ્કો (લટકાવેલું દહીં) એક બાઉલમાં લો અને તેમાં પીસેલી ખાંડ ઉમેરો.
તેમાં કેસરવાળું દૂધ અને એલચી પાઉડર નાખીને સારી રીતે ફેંટો, જ્યાં સુધી શ્રીખંડ એકદમ સ્મૂધ અને ક્રીમી ન બને.
ઉપરથી બદામ-પિસ્તાની કતરણ નાખી 2-3 કલાક ફ્રિજમાં ઠંડુ કરો.