1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Gauri vrat ni thali

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

gauri special vrat thali
મોળાકત (ગૌરી વ્રત કે જયા પાર્વતી) ના વ્રતમાં અથાણાં કે મીઠા વગરની મોળી વાનગીઓ ખાવાની પરંપરા છે. આ વ્રત દરમિયાન દૂધની વાનગીઓ, ફરાળી આઇટમ્સ અને સાત્વિક મીઠાઈઓ બનાવી શકાય છે. નીચે વ્રત માટેની ઉત્તમ અને સરળ વાનગીઓની યાદી છે:

1. દૂધ-માવાની વાનગીઓ (મીઠાઈ):દૂધપાક કે ખીર: ચોખા, દૂધ અને ખાંડ/ગોળથી બનેલો પરંપરાગત દૂધપાક.

2. મોળો માવો: મોળા માવામાં ખાંડ અને બદામ-પિસ્તા ઉમેરીને બનાવેલી મોળી મિઠાઈ.રાજગિરા કે સાબુદાણાની ખીર: વ્રતમાં ઉર્જા આપે તેવી ઉત્તમ દૂધની વાનગીઓ.

3. મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સ: બદામ, કાજુ, અખરોટ, ખજૂર અને શિંગોડાના લોટની વાનગીઓ

4. મોળી છાશ, ફ્રુટ જ્યુસ, અને બદામ શેક, કેરીનો રસ 

5. ડ્રાયફ્રૂટ શ્રીખંડ: તાજા દહીંને ગાળીને તેમાં ખાંડ કે ગોળ, બદામ, કાજુ, પિસ્તા અને ચારોળી ઉમેરીને બનાવવામાં આવે છે. તે ખૂબ જ એનર્જી આપે છે.

ફરાળી વાનગીઓ: મીઠા વગર - રાજગરાની પૂરી કે રોટલી, અને કાચા કેળાનુ શાક, ખાટી ભાજી, દૂધીનુ શાક 
શાકભાજી: બટાકા, શક્કરિયા, કાકડી અને અરબી, ખારી ભાજી
ફળો: તમામ પ્રકારના મોસમી ફળો (જેમ કે સફરજન, કેળા, દાડમ). ડ્રાયફ્રૂટ્સ.

દૂધ અને અન્ય વસ્તુઓ: દૂધ, છાશ, દહીં, અને પનીર.

મીઠાઈઓ: ફરાળી લાડુ, બદામનો હલવો, કે કાજુ કતરી.
 
About Writer
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... બધા વાંચો