શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:38 IST)

Green Dosa Recipe-ક્રંચી અને ક્રિસ્પી બને છે આ ગ્રીન ડોસા, બ્રેકફાસ્ટ માટે છે હેલ્દી ઑપ્શન

ડોસા જુદા-જુદા રીતે બનાવાય છે. જે ખૂબ ટેસ્ટી લાગે છે. બ્રેકફાસ્ટમાં કેટલાક લોકો તેને ખાવાનુ પસંદ કરે છે. હકીકતમા આ સ્વાદમાં પણ સરસ લાગે છે. તેથી જો તમે તેને વધુ હેલ્દી બનાવવા ઈચ્છો ચો તો તમે ગ્રીન ડોસા બનાવી શકો છો. તેના માટે તેમાં પાલક મિક્સ કરાય છે. પાલક ડોસા એક ખૂબજ સરસ હેલ્દી ઑપ્શન છે. આ બાળકોને પણ ખૂબ ભાવે છે. તો જાણીએ તેને બનાવવાની રેસીપી 
 
પાલક કે ગ્રીન ડોસા બનાવવા માટે તમને જોઈએ 
1 વાટકી બાફેલી પાલક 
અડધા કપ રાત્રે પલાળેલા ચોખા 
એક ચમચી આદુ લસણની પેસ્ટ 
સમારેલા લીલા મરચાં 
અડધા કપ ધુળી અડદ 
અડધી ચમચી મેથી દાણા 
એક ચપટી હીંગ 
સ્વાદપ્રમાણે મીઠું 
અડધી ચમચી કાળી મરી પાઉડર 
અડધી ચમચી હળદર 
પાણી જરૂર પ્રમાણે 
ઘી બટર 
 
તેને બનાવવાની રીત 
સૌથી પહેલા બેટર તૈયાર કરો. તેના માટે  ચોખા, અડદની દાળ, મેથીના દાણાને સારી રીતે પીસી લો. પછી તેમાં હિંગ, કાળા મરી, હળદર, લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો. ત્યાર બાદ બાફેલી પાલકને પીસીને તેની પેસ્ટને પણ આ બેટરમાં મિક્સ કરો.
 
જો બેટર વધારે ઘટ્ટ થઈ રહ્યો છે તો તેમાં પાણી મિક્સ કરો અને તેને પાતળો કરી લો. હવે ગૈસ પર નૉનસ્ટીક પેન રાખો અને તેને ગર્મ થવા દો. જ્યારે આ ગર્મ થઈ જાય તો તેમાં થોડો ઘી નાખો. પછી બેટરને ઘોલીને પેન પર રાખો. ગોળ આકારમાં તેને ફેલાવો. થોડી વાર પછી  જો તે કિનારે ચોંટવા લાગે તો ઘી લગાવો. આ સાથે જ તેને પલટાવી અને બીજી બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી પાકવા દો. બંને બાજુથી બ્રાઉન થયા બાદ તેના પર બટર લગાવો અને પછી તેને ફોલ્ડ કરીને ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરો.