1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Spicy and Chatpata Schezwan Poha

ચટપટા અને મસાલેદાર શેજવાન પોહા

Spicy and Chatpata Schezwan Poha
રોજના નાસ્તામાં પોહા ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે તેમાં ચાઈનીઝ ટ્વિસ્ટ આપીને મસાલેદાર અને ચટપટા શેજવાન પોહા બનાવી જુઓ. શેજવાન સોસનો તીખો સ્વાદ અને શાકભાજીની ક્રંચી ટેક્સચર આ પોહાને એકદમ ટેસ્ટી બનાવે છે.

સામગ્રી

પોહા – 2 કપ
ડુંગળી – 1 ઝીણી સમારેલી
શિમલા મરચું – ½ કપ ઝીણું સમારેલું
ગાજર – ½ કપ ઝીણું સમારેલું
લીલા વટાણા – ¼ કપ
લીલા મરચાં – 1-2 ઝીણાં સમારેલાં
લસણ – 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું
શેજવાન સોસ – 2 ટેબલસ્પૂન
સોયા સોસ – 1 નાની ચમચી
લીંબુનો રસ – 1 નાની ચમચી
રાઈ – ½ નાની ચમચી
જીરું – ½ નાની ચમચી
હળદર – ¼ નાની ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – 2 ટેબલસ્પૂન
કોથમીર – સજાવટ માટે

બનાવવાની રીત

-પોહાને ચાળણીમાં લઈને પાણીથી હળવા હાથે ધોઈ લો. પોહામાંથી વધારાનું પાણી નિતારી 5-10 મિનિટ માટે રાખો.
-કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો. ત્યારબાદ ઝીણું સમારેલું લસણ અને લીલું મરચું નાખીને થોડું સાંતળો.
-હવે તેમાં ડુંગળી, ગાજર, લીલા વટાણા અને શિમલા મરચું ઉમેરો. 2-3 મિનિટ સુધી તેજ આંચ પર સાંતળો, જેથી શાકભાજી થોડાં ક્રંચી રહે.
-હવે શેજવાન સોસ અને સોયા સોસ ઉમેરો. બરાબર મિક્સ કરી 1 મિનિટ સુધી સાંતળો.
-હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને પોહા ઉમેરો. બધું હળવા હાથે મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી પકાવો.
-ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. ઉપરથી સેવ નાખીને ગરમાગરમ પીરસો.
આગળનો લેખ
Kitchen Tips- આ વસ્તુઓને રેફ્રિજરેટરના દરવાજામાં સંગ્રહિત કરવાનું ટાળો, કારણ કે તેમની ગુણવત્તા બગડી શકે છે.